મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાનની હાઈસ્પીડ મિસાઈલે ઈઝરાયલમાં મચાવી તબાહી, ઈઝરાયલ ફોર્સ હુમલો રોકવામાં નિષ્ફળ

ઈરાન ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધ્યો છે, ત્યારે આ વચ્ચે ઈરાને ઈઝરા

ઈરાન ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધ્યો છે, ત્યારે આ વચ્ચે ઈરાને ઈઝરાયલના પેટાહ ટિકવા પર બેલિસ્ટિક મિસાઈલથી ઘાતક હુમલો કર્યો છે. ઈઝરાયલ ફોર્સ આ મિસાઈલને રોકવામાં નિષ્ફલ રહી હતી.  ફૂટેજમાં ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તાર પર સીધો હુમલો દર્શાવવામાં આવ્યો છે, ત્યારબાદ એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. અહેવાલો અનુસાર શહેરમાં થોડીવાર પહેલા ઇમરજન્સી સાયરન વાગ્યા હતા, જેના કારણે રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય મેળવવા માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હતો. હાઇ-સ્પીડ બેલિસ્ટિક મિસાઇલોને ઈઝરાયલની સેના રોકવામાં નિષ્ફળ રહી હતી.

હાઈસ્પીડ મિસાઈલને રોકવા ઈઝરાયલ નાકામ

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું આ ખરેખર ચોંકાવનારું દ્રશ્ય છે. આ વીડિયોમાં એક ઈરાની મિસાઇલ અચાનક વાદળોમાંથી પસાર થતી દેખાય છે, અને માત્ર એક સેકન્ડ પછી ઇઝરાયલી શહેર પેટાહ ટિકવામાં એક પ્રચંડ વિસ્ફોટ સાથે વિસ્ફોટ થાય છે. આ ઘટના પછી, હુમલો સ્થળ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટામાં ઘેરાઈ જાય છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે આકાશ ગાઢ વાદળોથી ઘેરાયેલું હતું. અચાનક, વાદળો વચ્ચેથી એક ચમકતી વસ્તુ ઝડપથી નીચે આવી અને  બીજી જ ક્ષણે એક ભયાનક વિસ્ફોટ થયો, અને ધુમાડો આકાશમાં ઉડવા લાગ્યો હતો.

પેટાહ ટિકવા શહેર ટાર્ગેટ પર

ઇઝરાયલી રહેવાસીઓએ મિસાઇલ પડતાં જ વિસ્તારમાં જોરદાર અવાજ અને  ધ્રુજારીનો અનુભવ થયો હોવાની જાણ કરી હતી. આ મિસાઇલ તેલ અવીવથી થોડા કિલોમીટર દૂર આવેલા ઇઝરાયલી ઔદ્યોગિક અને રહેણાંક શહેર પેટાહ ટિકવા પર પડી. હુમલામાં થયેલા નુકસાન અને જાનહાનિની ​​હદ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી, પરંતુ સ્થાનિક મીડિયા અહેવાલોમાં સામાન્ય નુકસાનનો સંકેત છે. કેટલાક અહેવાલો અનુસાર આ મિસાઇલ રહેણાંક અથવા ઔદ્યોગિક વિસ્તારની નજીક પડી હતી. 

આ સમાચાર શેર કરો