Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US vs Iran:Trump roars against Iran's blockade - 'Blackmail won't work'

અમેરિકા vs ઈરાન: હોર્મુઝમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, ઈરાનની નાકાબંધી સામે ટ્રમ્પની ગર્જના- ‘બ્લેકમેલિંગ નહીં ચાલે’

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા vs ઈરાન: હોર્મુઝમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, ઈરાનની નાકાબંધી સામે ટ્રમ્પની ગર્જના- ‘બ્લેકમેલિંગ નહીં ચાલે’
સોર્સ : GSTV

US-Iran Conflict: વૈશ્વિક સ્તરે તેલના વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને આ દરિયાઈ માર્ગ ફરીથી બંધ કરવાની જાહેરાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે.

App Store

ટ્રમ્પનો ઈરાન પર કટાક્ષ

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે ઈરાનના આ પગલાની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે, ઈરાન થોડું ક્યૂટ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેઓ અમેરિકાને બ્લેકમેલ કરી શકશે નહીં. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, આ તણાવ છતાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તે સકારાત્મક દિશામાં છે.

ઈરાનની આકરી ચેતવણી

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે શનિવારે રાત્રે જાહેર કર્યું કે, જ્યાં સુધી અમેરિકા ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવશે નહીં, ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેશે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, પર્શિયન ગલ્ફ કે ઓમાનના સમુદ્રમાં કોઈપણ જહાજની હિલચાલને દુશ્મન સાથેનો સહકાર ગણવામાં આવશે. આવા જહાજોને ઈરાની સેના દ્વારા નિશાન બનાવવામાં આવશે. ઈરાન હવે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલશે અને ટ્રાન્ઝિટ સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવશે.

શા માટે ફરી ભડક્યું ઈરાન?

તાજેતરમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ બાદ ઈરાને આ માર્ગ વ્યાપારી જહાજો માટે ખોલ્યો હતો, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે, અમેરિકાએ ઈરાની બંદરો પરની નાકાબંધી ચાલુ રાખતા ઈરાને ફરીથી આક્રમક વલણ અપનાવ્યું છે.

કમલા હેરિસનો ટ્રમ્પ પર પ્રહાર

બીજી તરફ, અમેરિકાના રાજકારણમાં પણ આ મુદ્દે ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેટ્રોઇટમાં એક કાર્યક્રમ દરમિયાન આક્ષેપ કર્યો હતો કે, ટ્રમ્પને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા આ યુદ્ધમાં ધકેલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાની જનતા આ સંઘર્ષ નથી ઈચ્છતી અને તેનાથી અમેરિકી સૈનિકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે.

પાકિસ્તાનની મધ્યસ્થી?

સૂત્રો મુજબ, પાકિસ્તાનના આર્મી ચીફ હાલમાં આ વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે અમેરિકાના કેટલાક પ્રસ્તાવો ઈરાન સમક્ષ રજૂ કર્યા છે, જેની પર હાલ તેહરાનમાં વિચારણા ચાલી રહી છે.