Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Even after the Strait of Hormuz opened, Trump appeared again in an aggressive manner!

VIDEO: હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા બાદ પણ ટ્રમ્પ ફરી દેખાયા આક્રમક અંદાજમાં! કહ્યું, "ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો"

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરી પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. એક તરફ તેઓ ઈરાન સાથે યુદ્ધ ખતમ થવાની ખુશીમાં વ્હાઈટ હાઉસમાં 'પાર્ટી' કરવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ તેમણે ખુલ્લી ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય, તો ફરીથી બોમ્બમારો શરૂ થઈ શકે છે. એર ફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ ઈરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને આગળ વધારવાના મૂડમાં નથી. તેમણે કહ્યું કે, 'કદાચ હું તેને એક્સટેન્ડ ન પણ કરું. જો એવું થશે તો નાકેબંદી ચાલુ રહેશે અને અમારે ફરીથી બોમ્બ વરસાવવા પડી શકે છે.'

App Store

21 એપ્રિલની ડેડલાઈન અને મડાગાંઠ

ટ્રમ્પે સંકેત આપ્યો છે કે 21 એપ્રિલની ડેડલાઈન અત્યંત મહત્ત્વની છે. જો આ તારીખ સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો સીઝફાયર સમાપ્ત થઈ શકે છે. જેનો અર્થ એ છે કે મધ્ય પૂર્વમાં ફરી એકવાર મોટો સૈન્ય સંઘર્ષ છેડાઈ શકે છે. જોકે, ટ્રમ્પે એવી આશા પણ વ્યક્ત કરી છે કે ડીલ થઈ જશે, પરંતુ ઈરાનનું માનવું છે કે ટ્રમ્પની વાતો પર ભરોસો કરવો મુશ્કેલ છે. આ દરમિયાન ટ્રમ્પે એ પણ સાફ કરી દીધું છે કે સીઝફાયર વધે કે ન વધે, ઈરાન પર અમેરિકાની નેવી દ્વારા કરવામાં આવેલી નાકેબંદી ચાલુ રહેશે, જે ઈરાનના ઓઇલ એક્સપોર્ટ અને અર્થતંત્ર પર દબાણ લાવવાની રણનીતિનો ભાગ છે.

સોમવારથી નિર્ણાયક બેઠકનો પ્રારંભ

તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ થયા છે. એવા અહેવાલો છે કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ ટૂંક સમયમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં નવી વાતચીત માટે મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવાર સાંજ સુધીમાં બંને દેશોના નેતાઓ પાકિસ્તાન પહોંચશે અને સોમવારથી મંત્રણા શરૂ થશે. અગાઉના રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી, તેથી આ વખતની બેઠક ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. હાલમાં દુનિયાની નજર 21 એપ્રિલ પર ટકેલી છે, કારણ કે ટ્રમ્પની 'ડબલ ગેમ' અને સૈન્ય દબાણ વચ્ચે શાંતિ સ્થપાય છે કે યુદ્ધ ફરી ભડકે છે તે જોવું રહ્યું.