Video: આતંકવાદ સામે બેવડા માપદંડ નહીં ચાલે, નેટવર્ત ખતમ કરો: રાજનાથસિંહ

શંઘાઇ સહયોગ સંગઠનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઇશાક ડારની હાજરીમાં આતંકવાદ સામે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું હતું. દુશાન્બેમાં યોજાયેલી આ બેઠકને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે આજની દુનિયામાં આતંકવાદ શાંતિ અને વિકાસ માટે સૌથી ગંભીર જોખમોમાનો એક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આતંકવાદના કારણે માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી જતા, પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોનું ભવિષ્ય પણ પ્રભાવિત થાય છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આતંકવાદને કોઈપણ પ્રકારે યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડનારા, તેમને સમર્થન આપનારા અથવા આશ્રય આપનારાઓ સામે કડક અને સામૂહિક કાર્યવાહી કરવા કરવી જોઈએ. આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને જડમૂળથી અને મજબૂતાઈથી ખતમ કરવું અનિવાર્ય છે.




