અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર કેમ, માત્ર 5 પોઇન્ટમાં સમજો ગણિત
અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થશે. ભારતીય સમય અનુસાર સાંજે

અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થશે. ભારતીય સમય અનુસાર સાંજે અમેરિકામાં મતદાન શરૂ થશે. આ ચૂંટણીમાં રિપલ્બિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સામે છે.અત્યાર સુધીના સર્વેમાં બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોઇ પણ ઉમેદવારને સર્વેમાં સ્પષ્ટ રીતે બહુમત જોવા મળતુ નથી.
ચૂંટણીના જાણકારોનું પણ માનવું છે કે આધુનિક અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય પણ આટલો નજીકનો મુકાબલો થયો નથી, જ્યારે તમામ સ્વિંગ સ્ટેટમાં આટલો નજીકનો મુકાબલો જોવા મળી રહ્યો છે. એવામાં માત્ર પાંચ પોઇન્ટમાં જાણીયે કે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આટલી જોરદાર ટક્કર કેમ છે.
1- કમલા હેરિસ ચૂંટણી ફંડમાં સૌથી આગળ
કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી છે. અમેરિકામાં ચૂંટણી કેમ્પેઇન શરૂ થવા દરમિયાન ટ્રમ્પ સ્પષ્ટ રીતે મતદારોની પ્રથમ પસંદ હતા કારણ કે તે સમયે તેમનો મુકાબલો વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન સામે હતો. જોકે, કમલા હેરિસના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યા બાદથી તેમને ટ્રમ્પની લીડને લગભગ બરાબરી પર લાવી દીધી છે. ભલે ટ્રમ્પ પાસે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક સાથે સાથે બિઝનેસમેનનું એક ગ્રુપ છે પરંતુ હેરિસે પોતાના ચૂંટણી કેમ્પેઇન માટે વધારે ફંડ ભેગુ કર્યું છે.
ફોર્બ્સ અનુસાર, કમલા હેરિસ અભિયાને ટ્રમ્પ અભિયાનના 390.2 મિલિયન ડૉલરની તુલનામાં 538.8 મિલિયન ડૉલર ભેગા કર્યા છે. આ સિવાય કમલા હેરિસના ફંડનો આધાર પણ ઘણો વધારે છે. જ્યારે ટ્રમ્પ ફંડ માટે મસ્ક અને અન્યની કેસ- સમૃદ્ધ રાજકીય કાર્યવાહી સમિતિ (PAC) પર નિર્ભર છે. હેરિસનું મોટાભાગનું ફંડ સામાન્ય લોકો પાસેથી આવ્યું છે જે દર્શાવે છે કે ટ્રમ્પને બિઝનેસમેનનું સમર્થન મળી રહ્યું છે જ્યારે હેરિસને સામાન્ય મતદારોનું સમર્થન મળી રહ્યું છે. પોલિટિકો અનુસાર, હેરિસના અભિયાન પાસે ટ્રમ્પ અભિયાનની તુલનામાં 2.4 ઘણુ વધારે ફંડ છે જે લગભગ 4.3 મિલિયન દાનકર્તાઓનું અંતર છે.
2- સત્તા વિરોધી ભાવના ટ્રમ્પના પક્ષમાં
ભલે કમલા હેરિસ ફંડ ભેગુ કરવામાં ટ્રમ્પ કરતા આગળ છે પરંતુ ટ્રમ્પ સત્તા વિરોધી લહેર પર સવાર છે. લગભગ દરેક સર્વેમાં મતદારોએ કહ્યું છે કે તેમને દેશની દિશા પસંદ નથી. તે અર્થવ્યવસ્થાને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ગણે છે અને પોસ્ટ પોલમાં ટ્રમ્પને અર્થવ્યવસ્થા સંભાળવાની ક્ષમતામાં લીડ મળી છે. આ સિવાય પશ્ચિમી લોકતંત્રોમાં મોટાભાગના લોકો બદલાવ ઇચ્છી રહ્યાં છે અને આ ટ્રમ્પના પક્ષમાં કામ કરે છે જેવી રીતે યુનાઇટેડ કિંગડન (UK)માં લિબરલ પાર્ટી અને ફ્રાંસ અને જર્મની સહિત યુરોપમાં અન્ય જગ્યાએ દક્ષિણપંથી પાર્ટીઓના પક્ષમાં કામ કરે છે.
3- ટ્રમ્પનો રાષ્ટ્રવાદ
ટ્રમ્પના ઇમિગ્રન્ટ વિરોધી વલણથી તેઓ પોતાને એક મજબૂત માણસ તરીકે રજૂ કરવા તરફ દોરી ગયા છે જેમની પાસે યુનાઇટેડ સ્ટેટ્સની તમામ સમસ્યાઓનું સમાધાન છે. ટ્રમ્પે ઇમિગ્રેશન અને ગેરકાયદેસર ઇમિગ્રેશનનો સામનો કરવામાં જો બાઇડન વહીવટીતંત્રના ખરાબ રેકોર્ડને લઇને ચિંતાઓનો સફળતાપૂર્વક ફાયદો ઉઠાવ્યો છે.તેમણે શ્વેત, ખ્રિસ્તી અમેરિકનોનો નક્કર આધાર બનાવવા માટે ઈમિગ્રન્ટ વિરોધી ભાવનાને વંશીય અને ધાર્મિક રાષ્ટ્રવાદ સાથે જોડી છે. ટ્રમ્પે હિસ્પેનિક અને અશ્વેત અમેરિકનો વચ્ચે પણ સારી પકડ બનાવી છે જે ઐતિહાસિક રીતે ઇમિગ્રન્ટ્સની તરફેણ કરે છે.
4- મહિલા મતદારો વચ્ચે હેરિસની અપીલ
2024ની અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીએ સ્પષ્ટ લિંગ વિભાજનને ભાર આપ્યો છે. જ્યાં પુરૂષો મોટાભાગે ટ્રમ્પનું સમર્થન કરે છે જ્યારે મહિલાઓ મોટાભાગે હેરિસનું સમર્થન કરે છે. ટાઇમ્સ/સિએના નવા સર્વે અનુસાર, વિશેષ રીતે મહિલાઓ અને સામાન્ય રીતે યુવા વ્યક્તિઓ માટે ગર્ભપાતનો અધિકાર યુદ્ધના મેદાન ધરાવતા રાજ્યોમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો બનીને ઉભર્યો છે. ટ્રમ્પના દક્ષિણપંથી ગર્ભપાત વિરોધી સ્ટેજ અને તેમના સાથી જેડી વેંસના મહિલાઓ વિરૂદ્ધ સતત પ્રહારે વધુમાં વધુ મહિલાઓને હેરિસ તરફ ધકેલી દીધી છે.
આ પણ વાંચો: અમેરિકામાં આજે નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, ઓપિનિયન પોલમાં હેરિસ અને ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર
5. યૂક્રેન, પશ્ચિમ એશિયા યુદ્ધમાં બન્ને પક્ષના સમર્થક
યૂક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધનો પણ રાષ્ટ્રપતિ ચૂંટણી પર પ્રભાર પડ્યો છે.કેટલાક અમેરિકન મતદારો હેરિસથી નારાજ છે કારણ કે તે ગાઝામાં પેલેસ્ટાઇનીઓની દુર્દશાને નજરઅંદાજ કરી રહ્યાં છે અથવા ઇઝરાયેલને હમાસ સામે લડવામાં પુરતી મદદ નથી કરી રહ્યાં. ટ્રમ્પના દક્ષિણપંથી સ્ટેજે યૂક્રેનને આપવામાં આવતી સહાયને પણ એક રાજકીય મુદ્દો બનાવી લીધો છે, તેમનું કહેવું છે કે યૂક્રેને અન્યાયપૂર્ણ રીતે અમેરિકન ખજાનામાંથી તે પૈસો મેળવ્યો છે જેનો ઉપયોગ ઘરેલુ સ્તર પર કરવામાં આવી શકતો હતો. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તે યૂક્રેનનું સમર્થન કરવાનું બંધ કરી દેશે અને યુદ્ધને સમાપ્ત કરવા માટે પુતિન સાથે સમજૂતિ કરવા માટે યૂક્રેન પર દબાણ નાખશે.








