મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વિદાય ભાષણમાં બાઇડનના નિશાના પર 'સુપર રિચ': અમેરિકનોને કહ્યું- આવા લોકોના હાથમાં સત્તા હોવી ખતરનાક

અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના વિદાય ભાષણમાં દેશની જનતાને સુપર રિચ (અમીર) લોકોના વધતા પ્રભાવ વિશે ચેતવણી આપ

વિદાય ભાષણમાં બાઇડનના નિશાના પર 'સુપર રિચ': અમેરિકનોને કહ્યું- આવા લોકોના હાથમાં સત્તા હોવી ખતરનાક

અમેરિકાની રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના વિદાય ભાષણમાં દેશની જનતાને સુપર રિચ (અમીર) લોકોના વધતા પ્રભાવ વિશે ચેતવણી આપી છે. બાઇડને કહ્યું કે, અમેરિકામાં અમીર, શક્તિ અને સત્તા પર પ્રભાવ આધારિત અલ્પજનતંત્ર આકાર લઇ રહ્યું છે. આ આપણી લોકશાહી, મૂળભૂત અધિકારો, સ્વતંત્રતા અને આગળ વધવાની નિષ્ફક્ષ તકને ખતરામાં નાખી રહ્યું છે. આવા લોકોના હાથમાં સત્તા હોવી ખતરનાક છે.

બાઇડને દેશના ભવિષ્ય વિશે વ્યક્ત કરી ચિંતા

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપતા પહેલા ઓવલ ઓફિસમાંથી વાત કરતા રાષ્ટ્રપતિ જો બાઇડને કેટલાક લોકો પાસે શક્તિ અને પૈસાના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી હતી. બાઇડને કહ્યું કે, જો સત્તાને અનિયંત્રિત રાખવામાં આવશે તો તેના ખતરનાક પરિણામો આવશે. રાષ્ટ્રપતિએ ટેક ઔધોગિક સંકુલના પ્રભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બાઇડને કહ્યું, મને એક ટેક ઔધોગિક સંકુલના સંભવિત ઉદય વિશે પણ ચિંતા છે જે આપણા દેશ માટે પણ વાસ્તવિક ખતરો ઉભો કરી શકે છે.

વ્હાઇટ હાઉસ છોડતા પહેલા, રાષ્ટ્રપતિ બાઇડને તેમના કાર્યકાળમાં અમેરિકનોના વિચારોને કેવી રીતે આકાર આપ્યો તે વિશે વાત કરી હતી. બાઇડને કહ્યું કે આપણે સાથે મળીને જે કર્યું છે તેની અસર અનુભવવામાં સમય લાગશે પરંતુ બીજ રોપવામાં આવ્યા છે અને તે આવનારા દાયકાઓ સુધી ઉગશે અને ખીલશે. રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું પણ સમર્થન કર્યું હતું.

આ વચન અધૂરા રહ્યાં- બાઇડન

રાષ્ટ્રપતિ જો બાઇડને એક પત્ર બહાર પાડ્યો હતો જેમાં તેમણે સ્વીકાર્યું કે તેમના વચનો અધૂરા રહ્યા. તેમણે પત્રમાં લખ્યું હતું કે હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યો કારણ કે મને વિશ્વાસ હતો કે અમેરિકાનો આત્મા દાવ પર છે. આપણે જે છીએ તેનો સ્વભાવ જ ખતરામાં હતો. પરિસ્થિતિ હજુ પણ એવી જ છે. આ ઉપરાંત તેમણે સિદ્ધિઓ પર પણ ભાર મૂક્યો. તેમણે પત્રમાં લખ્યું હતું કે પૃથ્વી પર બીજે ક્યાંય આવું ન થઈ શકે. સ્ક્રેન્ટન, પેન્સિલવેનિયા અને ક્લેમોન્ટ, ડેલવેરમાં શરૂઆતથી ઉછરેલો એક તોતડાતો બાળક એક દિવસ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટ ડેસ્ક પાછળ બેસી શકે છે. મેં મારું હૃદય અને આત્મા આપણા દેશને સમર્પિત કરી દીધા છે. બદલામાં મને અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થનથી લાખો વખત આશીર્વાદ મળ્યા છે.


US President Joe Biden In Farewell Speech

આ સમાચાર શેર કરો