મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનની હાકલથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા, શું હવે યુઆન બનશે વૈશ્વક કરન્સી!

ચીનના સુપ્રીમો જિનપિંગે તેના દેશને આહવાન કર્યુ છે કે અમેર

ચીનની હાકલથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા, શું હવે યુઆન બનશે વૈશ્વક કરન્સી!

ચીનના સુપ્રીમો જિનપિંગે તેના દેશને આહવાન કર્યુ છે કે અમેરિકન ડોલરના દિવસો પૂરા થઈ જવા આવ્યા છે. ચીનનું ચલણ યુઆન તેનું સ્થાન લેવા તૈયાર છે. વર્તમાન સંજોગોમાં વિશ્વને એવા ચલણની જરૂરિયાત છે જેના પર ગમે તેવી અનિશ્ચિતતાઓ વચ્ચે ભરોસો કરી શકાય. યુઆન આ ચલણ બની શકે છે. ચીન મજબૂત ચલણની દિશામાં કામ કરી રહ્યું છે. 

ચીન યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની દિશામાં

ચીન યુઆનને વૈશ્વિક રિઝર્વ કરન્સીના સ્વરૂપમાં સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. જિનપિંગે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક આર્થિક મહાશક્તિ બનવા માટે મજબૂત આર્થિક આધાર, વિશ્વસ્તરની આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષમતાની સાથે એક એવા ચલણની જરૂરિયાત છે જેના પર વિશ્વ ભરોસો કરી શકે, જેનો વ્યાપક પાયા પર ઉપયોગ થાય. 

 

આ સમાચાર શેર કરો