ભારતના ઓઈલ ખરીદવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો, આ જાહેરાતથી દુનિયામાં મોટા ફેરફારના સંકેત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોટો દાવો કર્યો છે કે ભાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોટો દાવો કર્યો છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. અમેરિકાએ હાલમાં જ વેનેઝુએલા પર હુમલો કરી ત્યાંનાં પ્રમુખને કેદ કર્યા હતા. જે બાદ વેનેઝુએલાના ઓઈલ પર મોટા ભાગે હવે અમેરિકાનું સીધું નિયંત્રણ છે. એવામાં ટ્રમ્પ હવે વેનેઝુએલાનું ઓઈલ દુનિયાભરના દેશોને વેચીને મોટી કમાણી કરવા માંગે છે. ત્યારે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ભારત વેનેઝુએલાનું ઓઈલ ખરીદશે: ટ્રમ્પનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વનથી ફ્લોરિડા જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ચીન સાથે અમે પહેલા પણ ડીલ કરી ચૂક્યા છે. ચીનનું સ્વાગત છે. ચીન ઓઈલને લઈને વધુ એક સારી ડીલ કરી શકે છે. ભારત પણ આગળ આવી રહ્યું છે. ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલાનું ઓઈલ ખરીદશે.
નોંધનીય છે કે ભારત હાલ રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. જેની સામે ઘણા મહિનાઓથી અમેરિકાને વાંધો છે. રશિયાથી ઓઈલ ખરીદવાના કારણે ભારત પર વધારાનો ટેરિફ પણ ઝીંકવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ન થવા પાછળ પણ ઓઈલ જ મુખ્ય કારણ હોવાનું મનાય છે. એવામાં હવે જોવાનું રહેશે કે ટ્રમ્પના આ નિવેદન પર ભારતની કેન્દ્ર સરકાર કોઈ સત્તાવાર નિવેદન આપે છે કે નહીં.






