યૂક્રેનનો રશિયા પર હવાઇ હુમલો; મોસ્કોમાં ડ્રોન અને ફાઇટર જેટ ઘુસ્યા; પુતિનની સેનાએ 69 Dronesને તોડી પાડ્યા

યૂક્રેને રશિયા પર મોટો હવાઇ હુમલો કર્યો છે. રશિયાના પાટનગર મોસ્કો પર યૂક્રેને હવાઇ હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર રશિયા તરફથી યૂક્રેને અનેક ડ્રોન્સ લોન્ચ કર્યા હતા અને ફાઇટર જેટથી પણ હુમલો કર્યો હતો. રશિયા અનુસાર મોસ્કોમાં ઘુસેલા યૂક્રેનના 69 ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા છે. યૂક્રેને આ હુમલો ત્યારે કર્યો છે જ્યારે આજે શાંતિ સમજૂતિ માટે સાઉદી અરબમાં અમેરિકા અને યૂક્રેન વચ્ચે બેઠક મળવાની છે.
મોસ્કો પર ડ્રોનથી હુમલો
મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને જણાવ્યું કે મંગળવાર સવારે એક મોટા હુમલામાં રશિયાના પાટનગરને નિશાન બનાવીને લોન્ચ કરવામાં આવેલા 69 યૂક્રેની ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા છે. આ હુમલો છેલ્લા કેટલાક મહિનામાં સૌથી મોટો છે. રશિયાના પાટનગરની આસપાસ મોસ્કો વિસ્તારમાં રામેંસ્કી અને ડોમોડેડોવો જિલ્લામાં 11 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે.
મોસ્કોના ગવર્નર આંદ્રેઇ વોરોબ્યોવે કહ્યું કે ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ છે.
ત્રણ એરપોર્ટ બંધ કરાયા
મોસ્કોના ત્રણ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે જેમાં દક્ષિણ અને દક્ષિણ-પૂર્વમાં ડોમોડેડોવો અને જુકોવસ્કી અને ઉત્તરમાં શેરેમેતયેવો સામેલ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ડોમોડેડોવો રેલવે સ્ટેશનના માધ્યમથી ટ્રેન વ્યવહારને પણ રોકવામાં આવ્યો છે.

