દુબઈથી અબુધાબી માત્ર 30 મિનિટમાં પહોંચી જશો, 350 કિમીની સ્પીડે દોડશે હાઈસ્પીડ ટ્રેન; જાણો તેની ખાસિયત
યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) એ અબુ ધાબી અને દુબઈને જોડતી નવી હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજે

યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) એ અબુ ધાબી અને દુબઈને જોડતી નવી હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ નવો રેલ પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રાન્સપોર્ટમાં વૈશ્વિક નેતા તરીકે UAEની સ્થિતિને મજબૂત બનાવશે. અબુધાબીથી દુબઈ હાઈ-સ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટ મધ્ય પૂર્વમાં પરિવહન માળખામાં વધુ સુધારો કરશે. આ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ 350 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે માત્ર 30 મિનિટમાં 100 કિમીથી વધુનું અંતર કાપશે.
આ પણ વાંચોઃ વકફ સુધારા બિલને JPCની મંજૂરી, 40 અભિપ્રાયોમાંથી ભાજપે રજૂ કરેલા 14 મુદ્દાઓ બહુમતિથી પાસ
આ ટ્રેન ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળો અને પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. આનાથી પ્રવાસીઓને સરળતા થશે. તેમજ આ પ્રોજેક્ટ UAEની અર્થવ્યવસ્થાને પણ મજબૂત કરશે. તેની સરખામણીમાં, ભારતમાં દોડતી સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત, મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
UAEના GDPમાં વધારો થવાની ધારણા
અબુધાબીથી દુબઈ હાઈ-સ્પીડ ટ્રેનને બુલેટ ટ્રેન પણ કહેવામાં આવે છે. આ ટ્રેન UAEની અર્થવ્યવસ્થા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટથી આગામી 50 વર્ષોમાં UAEના GDPમાં 145 બિલિયન દિરહામ (AED)નો વધારો થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ માટે દુબઈ સરકારે ટેન્ડર બહાર પાડ્યું છે.
કનેક્ટિવિટી વધશે
આ હાઈ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ અબુ ધાબી અને દુબઈ વચ્ચે સરળ કનેક્ટિવિટી આપશે. રેલ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં ઘટાડશે પરંતુ નાગરિકો, રહેવાસીઓ અને પ્રવાસીઓના જીવનની ગુણવત્તામાં પણ વધારો કરશે. તે અબુ ધાબી અને દુબઈ વચ્ચે સામાજિક-આર્થિક સંબંધોને પણ મજબૂત બનાવશે. વધુમાં, હાઈ-સ્પીડ ટ્રેન વ્યાપાર વૃદ્ધિને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે અને લોજિસ્ટિક્સ અને પર્યટન જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ખોલશે, જે ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ વિકાસમાં ફાળો આપશે.
UAE સરકારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે. નેટવર્ક ડિઝાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે કામ ઝડપથી શરૂ થવા જઈ રહ્યું છે. દુબઈ સરકારે કહ્યું છે કે પ્રોજેક્ટ પર કામ સારી રીતે ચાલી રહ્યું છે. તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે બધું યોગ્ય રીતે કરવામાં આવે.






