અમેરિકા: 40 વર્ષ બાદ થશે આ રીતે ટ્રમ્પની શપથવિધિ, શપથ લેતા જ ટ્રમ્પ કરશે આ મહત્વપૂર્ણ કામ
20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે અને શપથવિધિ કરશ

20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે અને શપથવિધિ કરશે. અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે.
કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ રોટુંડા હૉલમાં યોજાશે. અગાઉ 1985માં પણ ઈનડોર શપથવિધિ યોજાઇ હતી.
આ પણ વાંચો : અમેરિકામાં ફરી ટ્રમ્પની સત્તા: કેનેડામાં ટ્રુડોના રાજીનામાથી માંડી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ બદલાવની શક્યતા
શપથ લેતા જ 100 ફાઈલો પર સહી કરશે ટ્રમ્પ
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદથી જ દુનિયાભરના દેશોના રાજકારણ પર તેજીથી ફેરબદલ થઈ રહ્યા છે. એવામાં ટ્રમ્પે કહ્યું છે કે ખુરશી સંભાળતા જ તેઓ 100 મહત્વપૂર્ણ ફાઈલો પર સહી કરશે.
કેવો હશે કાર્યક્રમ?
અમેરિકામાં શપથવિધિના કાર્યક્રમની શરૂઆત સવારથી જ શરૂ થઈ જશે. સૌથી પહેલા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે. પછી ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા તથા બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેન વ્હાઇટ હાઉસમાં ચા પીશે.
બાદમાં બંનેનો કાફલો કેપિટલ હિલ બિલ્ડિંગ પહોંચશે. સંગીત કાર્યક્રમ યોજાશે. પછી રાષ્ટ્રપમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની શપથવિધિ યોજાશે. શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સભાને સંબોધિત કરશે. જો બાઈડેન અને કમલા હેરિસને સન્માન સાથે વિદાઇ આપવામાં આવશે. જે પછી ટ્રમ્પ અને જેડી વાન્સ પરેડમાં સૈનિકોની સલામી લેશે.








