મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શી જિનપિંગ સાથે મંત્રણા બાદ ગણતરીના દિવસોમાં જ ટ્રમ્પની ચીનને ચેતવણી, જો તાઇવાન પર હુમલો કરશો તો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મંત્રણા કરી હ

શી જિનપિંગ સાથે મંત્રણા બાદ ગણતરીના દિવસોમાં જ ટ્રમ્પની ચીનને ચેતવણી, જો તાઇવાન પર હુમલો કરશો તો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મંત્રણા કરી હતી. વર્ષો પછી બંને નેતાઓ મળ્યા હતા. સમગ્ર વિશ્વની નજર આ મંત્રણા પર પર હતી. આ પછી ટ્રમ્પે આપેલા એક ઈન્ટરવ્યુમાં રવિવારે પત્રકારોને કહ્યું હતું કે, શી-જિનપિંગ બરોબર સમજે છે કે તાઇવાન ઉપર હુમલો કરવાનું પરિણામ શું આવી શકે? પણ પ્રમુખે કોઈ વિશેષ સ્પષ્ટતા કરી ન હતી.

જો કે ટ્રમ્પએ તેમ કહેવાનું ટાળ્યું હતું કે અમેરિકા તાઇવાનની સહાયે જશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં શી-જિનપિંગ સાથે પ્રમુખ ટ્રમ્પે મંત્રણા કરી હતી છતાં તેમાં તાઇવાન સંબંધ અંગેનો કોઈ ઉલ્લેખ કરાયો ન હતો. છ વર્ષ પછી બંને પ્રમુખો વચ્ચે થયેલી આ મંત્રણા અંગે પ્રમુખને પૂછવામાં આવ્યું કે, 'ચીન તાઇવાન ઉપર લશ્કરી કાર્યવાહી કરશે તો તમે અમેરિકાની સેનાને એકશન લેવા આદેશ આપશો ?' ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'જો તેમ થશે તો તેનો જવાબ શું હશે તે તેઓ (જિનપિંગ) બરોબર સમજે છે. જોકે, ટ્રમ્પએ આનાથી વધુ કશું કહેવાનો તદ્દન ઈન્કાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનને પોતાનો પ્રાંત ગણે છે.

આ સમાચાર શેર કરો