Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump unleashes more than 20 AI images on social media showing pressing 'kill button'

મહાયુદ્ધની ભયાનક ચેતવણી! Donald Trump એ સોશિયલ મીડિયા પર ઈરાન સામે 'કિલ બટન' દબાવતા ૨૦થી વધુ AI ચિત્રોનો મારો ચલાવ્યો

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
મહાયુદ્ધની ભયાનક ચેતવણી! Donald Trump એ સોશિયલ મીડિયા પર ઈરાન સામે 'કિલ બટન' દબાવતા ૨૦થી વધુ AI ચિત્રોનો મારો ચલાવ્યો
સોર્સ : gstv

Donald Trump Iran War Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભારે તણાવની સ્થિતિ છે. આ મડાગાંઠ વચ્ચે બંને દેશોમાંથી કોણ પીછેહઠ કરશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા અનેક પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલા 20થી વધુ હિંસક અને સૈન્ય હુમલાના ચિત્રોનો મારો ચલાવ્યો હતો.

App Store

મોડી રાત્રે એઆઈ ચિત્રોનો મારો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા જ કલાકોમાં 20થી વધુ એવા ચિત્રો શેર કર્યા છે, જે અમેરિકા દ્વારા ઈરાન પર મોટા સૈન્ય હુમલાનો સંકેત આપે છે. ઈરાનના નકશા પર અમેરિકન ધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો. ટ્રમ્પે શેર કરેલા એક ચિત્રમાં ઈરાનનો નકશો બતાવવામાં આવ્યો છે, જેના પર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ મૂકેલો છે અને નકશા પર ચારેય બાજુથી હુમલાના તીર દર્શાવવામાં આવ્યા છે.

દરિયાઈ હુમલાની ચેતવણી

અન્ય એક ચિત્રમાં અમેરિકન ડ્રોન ઈરાનની ઝડપી નૌકાઓ (Fast boats) પર હુમલો કરતું દેખાય છે, જેની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે: "બાય બાય, ફાસ્ટ બોટ્સ".

એઆઇ વીડિયો પણ બનાવ્યો

તેમણે એક એવો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં અમેરિકાનું યુદ્ધજહાજ ઈરાનના વિમાનને નિશાન બનાવી રહ્યું છે. આ વીડિયોની બાજુમાં ટ્રમ્પ પોતે ટેબલ પર આંગળીઓ પછાડીને કોમ્પ્યુટર પર ટાઈપ કરવાનો અભિનય કરતા કહી રહ્યા છે, "બા બા બા બા... ફાયર, બૂમ."

સ્પેસ ફોર્સ અને ન્યુક્લિયર બ્લાસ્ટ

એક ચિત્રમાં ટ્રમ્પ અંતરીક્ષમાં સ્પેસ ફોર્સના શીર્ષક હેઠળ સેટેલાઇટ્સથી ઘેરાયેલા જોવા મળે છે. અન્ય એક ચિત્રમાં તેઓ સ્પેસક્રાફ્ટની અંદર હુમલાનું બટન દબાવતા દેખાય છે. જેમાં પાછળની સ્ક્રીન પર મિસાઈલ હુમલા અને પરમાણુ વિસ્ફોટ (Nuclear Blast) જેવો નજારો દેખાઈ રહ્યો છે.

ઈરાન માટે સમય ખૂટી રહ્યો છે

સોશિયલ મીડિયા પર આ ચિત્રો પોસ્ટ કરવા ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપી છે. તેમણે લખ્યું કે, ઈરાને શાંતિ સમજૂતી તરફ ઝડપથી આગળ વધવું પડશે, નહીંતર તેમનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે. ઈરાન માટે ઘડિયાળ ચાલી રહી છે, અને તેઓ ઝડપથી પગલાં ભરે તે તેમના હિતમાં છે, નહીંતર તેમનું નામોનિશાન બાકી નહીં રહે. સમય અત્યંત કિંમતી છે!

મધ્ય પૂર્વમાં યુદ્ધની ભયાનક સ્થિતિ અને વૈશ્વિક સંકટ

અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત દળોએ 28 ફેબ્રુઆરીથી ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા આ ભીષણ યુદ્ધને રોકવા કે શાંતિ સ્થાપવા માટે અત્યાર સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી. આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ અને ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક

આ યુદ્ધના પરિણામે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ખાડી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં વિશ્વના કુલ તેલ નિકાસનો 20 ટકા હિસ્સો અહીંથી પસાર થાય છે.

અન્ય દેશો પણ યુદ્ધમાં હોમાયા

ઈરાનની સાથે પડોશી દેશો ઈઝરાયેલ અને લેબેનાન પણ આ જીવલેણ સંઘર્ષમાં ખોટી રીતે ફસાયા છે. ઈરાનનું કટ્ટરપંથી શાસન અને હિઝબુલ્લાહ સંગઠન માગ કરી રહ્યા છે કે, અમેરિકા સાથે કોઈ પણ વ્યાપક કરાર કરતા પહેલા લેબેનાનમાં કાયમી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. જોકે, ઈરાન પોતાની શરતો પર સમજૂતી સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યું હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારે નારાજ છે.