મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધ પર ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો કેમ કહ્યું આવું!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર મ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા મહાયુદ્ધ પર ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો કેમ કહ્યું આવું!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલ સૈન્ય અભિયાન આગામી ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. ટ્રમ્પે કહ્યું, "અમે અંદાજ લગાવ્યો છે કે આ સંઘર્ષ ચાર અઠવાડિયા કે તેથી ઓછા સમય સુધી ચાલશે." આ સાથે જ તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકી સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

રવિવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહી તેના અંતિમ તબક્કામાં હોઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, "આ હંમેશાથી 4 અઠવાડિયાની પ્રક્રિયા રહી છે. ઈરાન એક મોટો દેશ છે, તેથી આમાં 4 અઠવાડિયા કે તેથી ઓછો સમય લાગી શકે છે."

ઓપરેશન પ્લાન મુજબ ચાલુ: 48 ઈરાની નેતાઓ ઠાર

ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી સેનાનું અભિયાન નિર્ધારિત શેડ્યૂલ કરતા આગળ ચાલી રહ્યું છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનના નેતૃત્વને ધારણા કરતા વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ઈરાનના 48 લોકો માર્યા ગયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ પણ કેટલાક લક્ષ્યાંકો બાકી છે અને બધું જ યોજના મુજબ આગળ વધી રહ્યું છે.

અમેરિકી સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું

યુદ્ધમાં જીવ ગુમાવનારા ત્રણ અમેરિકી સૈનિકોને ટ્રમ્પે 'મહાન' ગણાવ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમના બીજા કાર્યકાળમાં આ પ્રથમ અમેરિકી જાનહાનિ છે. અગાઉ વેનેઝુએલાના સરમુખત્યાર નિકોલસ માદુરોની ધરપકડ અને ઈરાની પરમાણુ મથકો પર બોમ્બમારા દરમિયાન કોઈનું મૃત્યુ થયું ન હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અધિકારીઓએ શહીદ સૈનિકોના પરિવારોનો સંપર્ક કર્યો છે અને તેઓ પોતે યોગ્ય સમયે તે પરિવારોને મળશે.

ઈરાન સાથે વાતચીતની શક્યતા

ભવિષ્યમાં વાતચીત અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ આ માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો કે ઈરાની પક્ષ વાત કરવા ઈચ્છે છે, પરંતુ તેમણે આ પ્રયાસ ગયા અઠવાડિયે જ કરવો જોઈતો હતો. હાલમાં ટ્રમ્પ તેમના જનરલો સાથે બેઠક કરી રહ્યા છે અને સ્થિતિનું અપડેટ લઈ રહ્યા છે.

સઉદી અરેબિયા પણ જોડાશે જંગમાં

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે સઉદી અરેબિયા પણ આ લડાઈમાં સામેલ થઈ રહ્યું છે, કારણ કે તેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે બહેરીન, કતાર અને જોર્ડન જેવા મિત્ર દેશોના નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે. રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં લોકશાહીનો ઉદય થઈ શકે છે.

આ સમાચાર શેર કરો