ટ્રમ્પનો જીવ જોખમમાં! કન્વેન્શન સેન્ટરની બહાર છરી સાથે ઉભેલા વ્યક્તિને પોલીસે મારી ગોળી, AK-47 મળી

અમેરિકાના મિલવૌકીમાં રિપબ્લિકન પાર્ટીના સંમેલન સ્થળ નજીક પોલીસે માસ્ક પહેરેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન મિલવૌકીમાં જ આયોજિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અહીંથી ધરપકડ કરાયેલા વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે કે તેની ઉંમર 21 વર્ષની આસપાસ છે.
તેનો દેખાવ જોઈને પોલીસને શંકા ગઈ
માહિતી અનુસાર, જ્યારે શંકાસ્પદ વ્યક્તિ સોમવારે સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેને કેપિટોલ પોલીસ અધિકારીઓ અને હોમલેન્ડ સિક્યોરિટીએ અટકાવ્યો હતો. યુવકનો દેખાવ જોઈને પોલીસને તેના પર શંકા ગઈ. તેણે સ્કી માસ્ક પહેર્યો હતો અને તેની પાસે બેકપેક પણ હતું.
જ્યારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરી તો તેમને તેની બેગમાંથી એક AK-47 રાઈફલ અને ગોળીઓ પણ મળી આવી. તે હવામાં છરી લહેરાવતો હતો અને જ્યારે પોલીસે તેને આમ ન કરવા કહ્યું ત્યારે તેણે તેની અવગણના કરી, તેથી તેની ધરપકડ કરવામાં આવી. આવો જ બીજો કિસ્સો પણ બન્યો હતો. પુલી પોલીસે તેને ગોળી મારી હતી અને તેનું તુરંત મોત થયું હતું. પોલીસે આ ઘટનાનો બોડીકેમ વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ ટ્રમ્પ પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું, જોકે તેની ગોળી ટ્રમ્પના કાનની નજીકથી પસાર થઈ હતી, જેના કારણે તેમના કાનમાં ઈજા થઈ હતી, પરંતુ તેઓ સુરક્ષિત હતા. ગુપ્ત સુરક્ષાકર્મીઓએ તરત જ ગોળી મારનાર વ્યક્તિને મારી નાખ્યો.

