Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump became victorious, Elon Musk's daughter decided to leave America,

ટ્રમ્પ વિજયી બનતા જ એલોન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો, જાણો કેમ ? 

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પ વિજયી બનતા જ એલોન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ અમેરિકા છોડવાનો નિર્ણય લીધો, જાણો કેમ ? 
  • એલોન મસ્કના પુત્ર ઝેવિયરે 18 વર્ષની ઉંમર બાદ વર્ષ 2022માં સર્જરી કરાવીને લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ ઝેવિયરે પોતાનું નામ બદલીને વિવિયન જેના વિલ્સન રાખ્યું હતું

App Store

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની દીકરી વિવિયન જેના વિલ્સને અમેરિકા છોડવાની વાત કરી છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મેં થોડા સમય પહેલા આ વિચાર્યું હતું, પરંતુ હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. મને યુનાઇટેડ સ્ટેટ્સમાં મારું ભવિષ્ય દેખાતું નથી.'

આ પણ વાંચો : એક દિવસમાં 22,544% વળતર... ડોનાલ્ડ ટ્રમ્પ પર દાવ લગાવીને એલોન મસ્કે ભરી પોતાની તિજોરી 

વિવિયન જેના વિલ્સન કોણ છે?  

એલોન મસ્કના પુત્ર ઝેવિયરે 18 વર્ષની ઉંમર બાદ વર્ષ 2022માં સર્જરી કરાવીને લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ ઝેવિયરે પોતાનું નામ બદલીને વિવિયન જેના વિલ્સન રાખ્યું હતું. આ અંગે એલોન મસ્કે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'લિંગ પરિવર્તન સર્જરીએ મારા પુત્રને મારાથી અલગ કરી દીધો છે.' જો કે, જવાબમાં વિવિયને કહ્યું, હું તેમના માટે મરી ગયો છું. આમ કહીને તેણે હદ વટાવી દીધી.'

ટ્રમ્પની જીતમાં મસ્કનું મહત્ત્વનું યોગદાન

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાના સૌથી અગ્રણી સમર્થકોમાંના એક એલોન મસ્ક છે. ટ્રમ્પની જીતમાં તેમનું યોગદાન મહત્ત્વનું માનવામાં આવે છે. ટ્રમ્પની જીત લગભગ નિશ્ચિત જણાતાં એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'અમેરિકન લોકોએ આજે ​​રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પને પરિવર્તન માટે સ્પષ્ટ આદેશ આપ્યો.' જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના વિજય ભાષણમાં એલોન મસ્કના વખાણ કર્યા હતા.