તુર્કીયે રાષ્ટ્રપ્રમુખને પણ રશિયન ઓઇલ ન ખરીદવા સલાહ આપતા ટ્રમ્પ, જાણો પ્રતિબંધો દૂર કરવા શું કહ્યું?
ઓવલ ઓફિસમાં તુર્કીયે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની મુલાકાત દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

ઓવલ ઓફિસમાં તુર્કીયે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની મુલાકાત દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ન ખરીદવાની વાત કરી છે. ટ્રમ્પે એર્દોગનને કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર દબાણ લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ઇચ્છું છું કે જ્યાં સુધી રશિયા યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રાખે ત્યાં સુધી એર્દોગન રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દે.
રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું બંધ કરે
2019 પછી આ એર્દોગનની અમેરિકાની પહેલી મુલાકાત છે. બેઠક દરમિયાન, ટ્રમ્પે એર્દોગન વિશે કહ્યું, "તેમના માટે સૌથી સારી વાત એ હશે કે તેઓ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું બંધ કરે." ટ્રમ્પે વધુમાં કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બંને એર્દોગનનો આદર કરે છે.
તુર્કી પરના પ્રતિબંધો ક્યારે હટાવાશે?
ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથેની વાતચીત સફળ થાય, તો રશિયન મિસાઇલોની ખરીદી પર તુર્કી પરના અમેરિકાના પ્રતિબંધો તરત જ હટાવી શકાય છે. જ્યારે ઓવલ ઓફિસમાં પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે તેઓ નાટો સાથી તુર્કી પરના પ્રતિબંધો ક્યારે હટાવશે, ત્યારે તેમણે કહ્યું, "તે ખૂબ જ ટૂંક સમયમાં હટી શકે છે.
અગાઉ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યા બાદ નાટોના સાથી તુર્કીને અમેરિકાએ તેના F-35 ફાઇટર જેટ પ્રોગ્રામમાંથી બાકાત રાખ્યું હતું.






