આ મુસ્લિમ દેશે એક વર્ષમાં 853 લોકોને આપી ફાંસી, મૃત્યુદંડની સજા આપવામાં આ દેશ છે મોખરે
વિશ્વભરમાં મૃત્યુદંડના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે પોતાન

વિશ્વભરમાં મૃત્યુદંડના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2023માં દુનિયાભરની વિવિધ સરકારોએ 1153 લોકોને મોતની સજા સંભળાવી હતી. આ આંકડો વર્ષ 2022 કરતા 30 ટકા વધુ છે. સૌથી વધુ મોતની સજા મુસ્લિમ રાષ્ટ્ર ઈરાનમાં આપવામાં આવી છે. અહીં સરકારે માત્ર એક વર્ષમાં 853 લોકોને ફાંસી આપી. આ સિવાય ચીન અને અમેરિકા પણ પાછળ નથી. અહીં મૃત્યુદંડની સજામાં અણધાર્યો વધારો થયો છે.
ચીને મૃત્યુના આંકડા છુપાવ્યા
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું છે કે 2023માં વિશ્વભરમાં કુલ 1153 મૃત્યુદંડની સજા નોંધવામાં આવી હતી. નોંધાયેલ ફાંસીની સજામાં વધારો મુખ્યત્વે ઈરાનને કારણે છે. 2023માં અહીં ઓછામાં ઓછા 853 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે 2022માં આ સંખ્યા 576 હતી. એમ્નેસ્ટીએ એમ પણ કહ્યું કે આ આંકડામાં હજારો મૃત્યુદંડનો સમાવેશ થતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને મોટાભાગના મૃત્યુદંડના મામલા છુપાવ્યા છે.
ઈરાને ક્રૂરતા પાર કરી
એમ્નેસ્ટીએ કહ્યું છે કે ઈરાનમાં વર્ષ 2023માં જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી તેમાં 24 મહિલાઓ અને પાંચ બાળકો પણ સામેલ હતા. એમ્નેસ્ટીના સેક્રેટરી-જનરલ એગ્નેસ કાલામાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઈરાની સત્તાવાળાઓએ ફાંસીની સજાના કેસોમાં નિર્દયતા દર્શાવી છે. ડ્રગ સંબંધિત ગુનાઓ માટે પણ ફાંસીની સજા આપવામાં આવી છે. ઈરાનમાં ફાંસી અપાયેલા મોટાભાગના ગુનેગારો ગરીબ લોકો છે. મૃત્યુદંડના 74 ટકા ઈરાનમાં કેસ નોંધાયા છે.
અમેરિકા, સાઉદી અરેબિયા સહિત આ 5 દેશોમાં કેસ વધ્યા
સંગઠને કહ્યું કે ચીન, ઈરાન, સાઉદી અરેબિયા, સોમાલિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ એવા પાંચ દેશો છે જ્યાં 2023માં સૌથી વધુ ફાંસીની સજા આપવામાં આવી છે. 2023 માટે એમ્નેસ્ટીના વાર્ષિક અહેવાલમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 2015 પછી સૌથી વધુ છે. 2015માં 1,634 લોકોને ફાંસી આપવામાં આવી હતી. અમેરિકામાં મૃત્યુદંડનો દર 18 થી વધીને 24 થયો છે. તે જ સમયે, સાઉદી અરેબિયામાં મૃત્યુદંડના કુલ કેસમાંથી 15 ટકા નોંધાયા છે.
એમ્નેસ્ટીનું કહેવું છે કે તે ઉત્તર કોરિયા, વિયેતનામ, સીરિયા, પેલેસ્ટાઈન અને અફઘાનિસ્તાન માટે સચોટ અને સત્તાવાર આંકડા શોધી શકાયા નથી.








