આ એરલાઈન કંપનીએ માત્ર 11 રૂપિયાની પ્લેનની ટિકિટ બહાર પાડી, જાણો આખો મામલો
વિમાનમાં ફરવા જવાનું સપનું સૌનું હોય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં આજે પણ લ

વિમાનમાં ફરવા જવાનું સપનું સૌનું હોય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં આજે પણ લાખો લોકો માટે પ્લેનની યાત્રા કરવી કોઈ સપનાનું ઓછું નથી, પરંતુ હવે એવું નહિ થાય. હવે પ્લેનની ટિકિટ માત્ર 11 રૂપિયામાં મળી રહી છે.
જો કે, આ લલચામણી ઓફર વિયેતનામની એરલાઇન વિયેટજેટ એર દ્વારા આપવામાં આવી છે. વિયેટજેટ એર દ્વારા એક શાનદાર ઉત્સવની સેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ભારતથી વિયેતનામ સુધીની ફ્લાઇટ્સ ઓફર કરવામાં આવી છે.
ટિકિટ ફક્ત ૧૧ રૂપિયામાં ઉપલબ્ધ છે (ટેક્સ અને ફી સિવાય). આ ઓફર ઇકો ક્લાસ ટિકિટ માટે માન્ય છે અને ભારતના મુખ્ય શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, કોચી અને અમદાવાદથી વિયેતનામના હો ચી મિન્હ સિટી, હનોઈ અને દા નાંગ જેવા સ્થળોએ ઉપલબ્ધ.
એરલાઈન કંપનીની ટિકિટ કઈ રીતે બુક કરશો
તમને જણાવી દઈએ કે, વિયેતનામની એરલાઈન વિયતજેટ એરની આ 11 રૂપિયા ધરાવતી ઓફર દર શુક્રવારે શરૂ થશે અને આની વેલિડિટીની વાત કરીએ તો આ 31 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. જો કે, આ ઓફ લિમિટેડ બેઠકો પર જ લાગુ થશે. જેથી તમને વહેલા તે પહેલા ટિકિટ બુક કરવાની રહેશે. ટિકિટ બુક કરવા તમારે વિયતજેટ એરની સત્તાવાર વેબસાઈટ અથવા તેના મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો.
ઓફર સાથે સંકળાયેલી બીજી માહિતી
મળતી માહિતી અનુસાર, આ ઓફર 31 ડિસેમ્બર, 2025 સુધી માન્ય છે. પરંતુ ચોક્કસ બ્લેકઆઉટ તારીખો (જેમ કે જાહેર રજાઓ અને પીક સીઝન) લાગુ થશે. જો
જો તમે તમારી મુસાફરીની તારીખ બદલવા માંગતા હો, તો તે શક્ય છે, પરંતુ આ માટે તમારે એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે. જો તમે ટિકિટ રદ કરો છો, તો રિફંડ તમારા ટ્રાવેલ વોલેટમાં જમા થઈ જશે. ક્રેડિટ આપવામાં આવશે, પરંતુ આ માટે ફી પણ હશે.
આ ઓફર કેમ સ્પેશિયલ છે?
આ ઓફર માત્ર સસ્તી નથી પણ ભારત અને વિયેતનામ વચ્ચે સીધી કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું છે. વિયેતનામ તેના સુંદર કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે, ઐતિહાસિક સ્થળો અને સ્વાદિષ્ટ ભોજન માટે પ્રખ્યાત, આ ઓફર તમને આ સુંદર દેશની મુલાકાત લેવાની સુવર્ણ તક આપે છે. જો તમે એકલા હોવ અથવા પરિવાર સાથે હોવ તો જો તમે વિયેતનામ જવા માંગતા હો, તો આ તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે.








