મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

100 વર્ષ જૂનું પુસ્તક ખરીદવા પ્રાઈવેટ પ્લેનમાં ગયો વ્યક્તિ, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ભલે આજની દુનિયા તેનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, પરંતુ હજુ

100 વર્ષ જૂનું પુસ્તક ખરીદવા પ્રાઈવેટ પ્લેનમાં ગયો વ્યક્તિ, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ભલે આજની દુનિયા તેનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, પરંતુ હજુ પણ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સોશિયલ મીડિયા પર સમય બગાડવાને બદલે પુસ્તકો વાંચવાના શોખીન છે. આવી વ્યક્તિ જ્યાં પણ જાય તે તેને ગમતી કોઈ પુસ્તક મળે તો તરત જ ખરીદી લે છે, પછી ભલે તેની કિંમત વધારે હોય, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક એવી પુસ્તકો છે જેની કિંમત લાખોમાં છે. હા, આજકાલ આવું જ એક પુસ્તક અને તેના ખરીદનાર સમાચારમાં છે.

વાસ્તવમાં, આ પુસ્તક એક ઐતિહાસિક પુસ્તક છે, જે 100 વર્ષ જૂનું છે. તે અમેરિકન લેખક નેપોલિયન હિલ દ્વારા વર્ષ 1925માં લખવામાં આવ્યું હતું, જેનું નામ છે 'ધ લૉ ઑફ સક્સેસ'. અમેરિકાના ઇડાહોના રહેવાસી રસેલ બ્રન્સને આ પુસ્તકની પહેલી આવૃત્તિ ખરીદી છે, જેની ખાસ વાત એ છે કે તેમાં નેપોલિયનના હસ્તાક્ષર હતા. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ રસેલનું કહેવું છે કે, જ્યારે તેણે આ પુસ્તકને ઓનલાઈન વેચાતા જોયું તો તે રહી શક્યો નહીં અને તેને ખરીદવાનું નક્કી કર્યું.

એક મહિના સુધી વાટાઘાટો કરવી પડી

આ પુસ્તકની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયાથી વધુ રાખવામાં આવી હોવાથી તેને ખરીદવું એટલું સરળ નહોતું. રસેલ કહે છે કે, તેણે વેચનાર સાથે લગભગ એક મહિના સુધી વાટાઘાટો કરી અને અંતે સમજૂતી થઈ, પરંતુ આ દરમિયાન તેણે તેની પત્નીને પણ સમજાવવી પડી, કારણ કે તે આટલું મોંઘું પુસ્તક ખરીદવાની તરફેણમાં નહોતી. જોકે, રસેલ પાછળથી તેની પત્નીને પણ સમજાવવામાં સફળ રહ્યો અને અંતે તેણે પુસ્તક ખરીદી લીધું.

આ કારણોસર પ્રાઇવેટ વિમાન દ્વારા પુસ્તક લાવ્યો

રિપોર્ટ્સ અનુસાર, વ્યવસાયે બિઝનેસમેન રસેલે આ પુસ્તક અને નેપોલિયન હિલ દ્વારા લખેલા અન્ય ઘણા પુસ્તકો ખરીદ્યા છે અને તેના માટે 18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે તે આ પુસ્તકો પ્રાઇવેટ પ્લેન દ્વારા ઘરે લાવ્યા હતા, કારણ કે તે ઈચ્છતા ન હતા કે આટલા મોંઘા પુસ્તકને ધૂળ અને ગંદકીનો સામનો કરવો પડે.

આ સમાચાર શેર કરો