Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : These countries, including India, will benefit more from Donald Trump's new global tariffs!

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત સહીત આ દેશોને થશે વધારો ફાયદો!

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફથી ભારત સહીત આ દેશોને થશે વધારો ફાયદો!
સોર્સ : GSTV

અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના ચુકાદા પછી ટ્રમ્પ સામે અનેક પડકારો ઊભા થયા છે. યુરોપીયન યુનિયન (ઇયુ)એ ટ્રમ્પને જણાવી દીધું છે કે તે અગાઉના ૧૦ ટકા ટેરિફમાં કોઈપણ પ્રકારનો વધારો સ્વીકાર નહીં કરે. બીજી બાજુ ટ્રમ્પના ૧૫ ટકા ગ્લોબલ ટેરિફથી ભારત, ચીન અને બ્રાઝિલને અન્ય દેશોની સરખામણીમાં વધારે ફાયદો થશે. અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ચીને કહ્યું હતું કે અમેરિકન કોર્ટે પણ જણાવી દીધું છે કે પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફ ગેરકાયદે છે. 

App Store

ભારત અને ચીનને થશે ફાયદો

ટ્રમ્પના નવા ગ્લોબલ ટેરિફ અંગે એક નવા ડેટા એનાલિસિસ મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના ૧૫ ટકા ટેરિફના પગલાનો બ્રાઝિલ, ભારત અને ચીનને સૌથી વધુ ફાયદો થશે. ડેટાથી ખબર પડે છે કે જે દેશોની અમેરિકન પ્રમુખે આકરી ટીકા કરે છે તેમને ગ્લોબલ ફ્લેટ રેટ્સથી સૌથી વધુ ફાયદો મળવાની આશા છે. બ્રાઝિલના સરેરાશ ટેરિફ રેટમાં સૌથી વધુ ઘટાડો થશે, જે ૧૩.૬ ટકા હશે. બીજા ક્રમે ચીનના સરેરાશ ટેરિફમાં ૭.૧ ટકા તો ભારતના સરેરાશ ટેરિફમાં છ ટકા ઘટાડો થશે. ચીને પણ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તે બિનજરૂરી ટેરિફ ન લાદે. તેના કારણે અનિશ્ચિતતા વધે છે અને અમેરિકાએ પોતે જ પારોઠના પગલાં ભરવા પડે છે. ટેરિફથી બધાને નુકસાન જ છે.

દરમિયાન ચીને દાવો કર્યો કે અમે કહેલી વાતને અમેરિકન સુપ્રીમ કોર્ટે મહોર મારી દીધી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે પોતાના જ પ્રમુખના પગલાંને ખોટું ઠેરવ્યું છે. આ બતાવે છે કે ટ્રમ્પના પગલાંને અમે સાવ એકતરફી અને વિવેકમુનસફી મુજબનું તથા તર્કવિહીન ગણાવ્યું તે વાત યોગ્ય હતી.  

યુરોપિયન યુનિયનની પ્રતિક્રિયા પહેલા કરતાં વધુ આકરી

યુરોપીયન યુનિયન (ઇયુ)એ જણાવ્યું હતું કે અમેરિકાએ જણાવવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે કયા પ્રકારના પગલાં ઉઠાવવાનું છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ નિષ્પક્ષ, સંતુલિત અને પારસ્પરિક ફાયદાવાળા ટ્રાન્સએટલાન્ટિક વેપાર અને રોકાણ માટે સારી નથી જે ગયા વર્ષે વેપાર સમજૂતીમાં નક્કી થયું હતું. પંચે જણાવ્યું હતું કે ડીલ છેવટે ડીલ જ હોય છે. યુરોપીયન યુનિયનના પંચની પ્રતિક્રિયા પહેલાં કરતાં વધુ આકરી હતી. પહેલા તેણે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. 

ભારત અમેરિકાએ ડીલ અંગેની મંત્રણા વોશિંગ્ટનમાં રિશેડ્યુલ કરવાનો લીધો નિર્ણય

ઇયુએ જણાવ્યું હતું કે ઇયુ ઉત્પાદકોને સૌથી વધારે સગવડો મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પહેલેથી નક્કી અને બધા વેરાને સામેલ કરતી સરહદથી વધારે ટેરિફ ન વધારવા જોઈએ. અસંબંધ ટેરિફ વેપારને અવરોધે છે અને વૈશ્વિક બજારોમાં વિશ્વાસને નબળો પાડે છે. અમેરિકન કોર્ટના ટેરિફના આદેશ પછી ભારતે પણ કેટલાક પગલાં લીધા છે. ભારત અને અમેરિકા વચ્ચે ૨૩ ફેબુ્આરીના રોજની બેઠક ટળી ગઈ છે. બંને દેશોએ વ્યાપારના આ મહત્ત્વના તબક્કાની મંત્રણા વોશિંગ્ટનમાં જ રીશેડયુલ કરવાનો નિર્ણય લીધો છે. જો કે હજી સુધી તેની આગામી તારીખ નક્કી થઈ નથી. 

કોર્ટે હાસ્યાસ્પદ અને મુર્ખામીભર્યો ચુકાદો આપ્યો છે- ટ્રમ્પ

ટ્રમ્પ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હજી પણ એટલા ભડકેલા છે કે તે સતત તેને નિશાન બનાવી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટને ફરીથી જાણે આરોપીના પીંજરામાં ઊભી કરતા હોય તેમ જણાવ્યું હતું કે કોર્ટે હાસ્યાસ્પદ અને મૂર્ખામીભર્યો ચુકાદો આપ્યો છે. હું હવે લાઇસન્સનો ઉપયોગ કરીને વિદેશો પર આકરાં પગલાં લઈ શકું છું. તેમા પણ ખાસ કરીને અમેરિકાને લૂંટતા દેશોની સામે તો વધુ આકરાં પગલાં લઈ શકું છું. આશ્ચર્યની વાત તો એ છે કે આ ચુકાદાના આધારે હું આ દેશો પર લાઇસન્સ વેરો પણ લગાવી શકતો નથી, જ્યારે દરેક લાઇસન્સ વેરા સાથે જોડોયલું હોય છે. આવું હોય તો પછી અમેરિકા કેમ તેમ ન કરી શકે. લાઇસન્સ તો વેરો લેવા માટે જ હોય છે. આ ચુકાદામા આ અંગે કશું જણાવાયું નથી, પરંતુ મને તેના જવાબની ખબર છે.