મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અહીં આવેલો છે માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણો ઊંચો પર્વત, નિષ્ણાતો પણ નથી સમજી શક્યા તેની રચનાનું રહસ્ય

8 હજાર મીટર ઉંચાઈ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઉંચુ શિખર છે. હિમાલય પર્વત પરના આ શિખર પર પહ

અહીં આવેલો છે માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણો ઊંચો પર્વત, નિષ્ણાતો પણ નથી સમજી શક્યા તેની રચનાનું રહસ્ય

8 હજાર મીટર ઉંચાઈ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઉંચુ શિખર છે. હિમાલય પર્વત પરના આ શિખર પર પહોંચવુ એ ગૌરવની બાબત છે. અત્યાર સુધીમાં 6000થી વધુ લોકો માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી ચુકયા છે. આધુનિક સુવિધાઓ વચ્ચે પણ એવરેસ્ટ સર કરવું મુશ્કેલ જણાય છે. 1954માં હિલેરી અને તેનઝીંગે પ્રથમ વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ સર્જયો હતો.

આ પણ વાંચો: ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ: વિશ્વભરની ટેક કંપનીઓને મોટું નુકસાન, અમેરિકાના આધિપત્ય સામે ઉઠ્યો સવાલ

જોકે નવાઈની વાત તો એ છે કે પૃથ્વી પાસે માઉન્ટ એવરેસ્ટ કરતાં 100 ગણું ઉંચું શિખર પણ છે. નેચર જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ માઉન્ટ એવરેસ્ટ કરતા 100 ગણો પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સરહદ પર છે. આ પર્વત આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની હદ નજીક છે. માઉન્ટ એવરેસ્ટ કરતા વધારે ઉંચું પીક પૃથ્વીની સપાટીની બહાર નહી પરંતુ અંદર છે.

1 અબજ વર્ષ કરતા પણ જૂના

ઘાટા પહાડોની વચ્ચે કેટલીક પીક 1000 કિમી સુધીની છે જ્યારે માઉન્ટ એવરેસ્ટ માત્ર 8.8 કિમી લંબાઈ જ ધરાવે છે. સંશોધકોનું માનવું છે કે આ પર્વતો 1 અબજ વર્ષ કરતા પણ જૂના છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પર્વતોની રચના રહસ્યમય છે. તે કેમ અને કેવી રીતે બન્યા છે તે સમજી શકાતું નથી. બે વિશાળ સંરચના પૃથ્વીની કોર અને મેટલની વચ્ચેની બોર્ડર પર છે. આનો પીન પોઈન્ટ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની સપાટી નીચે ક્રસ્ટની નીચે અર્ધ કઠણ વિસ્તાર છે.

ભૂકંપ કે પૃથ્વીની અંદર થતી હિલચાલના પગલે ટેકટોનિક પ્લેટ તેનું સ્થાન બદલતી રહે છે. આ પ્લેટ પૃથ્વીની સપાટીથી 3 હજાર કિમી ઉંડાઈ સુધી જઈ શકે છે. આવી પરિસ્થિતિમાં 1000 કિમીની લંબાઈ ધરાવતી સંરચના મળવી અશકય નથી. વૈજ્ઞાાનિકો દાયકાઓથી પૃથ્વીના આવરણની અંદર છુપાએલી વિશાળ સંરચનાઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જતા ધ્વનીને માધ્યમ બનાવી રહ્યા છે. આના આધારે પૃથ્વીની નીચે શું છે તે જાણી શકાય છે.

આ સમાચાર શેર કરો