મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત પૃથ્વી પર આવ્યું સ્પેસયાન

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુશ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર લઈ જતું સ્પેસ ક્ર

VIDEO: સુનિતા વિલિયમ્સને લીધા વગર જ  પરત પૃથ્વી પર આવ્યું સ્પેસયાન

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુશ વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર લઈ જતું સ્પેસ ક્રાફ્ટ આજે 3 મહિના પછી પૃથ્વી પર પાછું લાવવામાં આવી રહ્યું છે. તે ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી અલગ થયું હતું. સવારે 9:30 કલાકે તે અમેરિકન રાજ્ય ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર (રણ)માં ઉતર્યું છે. 

સ્ટારલાઈનરે આશરે 8:58 પર તેનું ડીઓર્બિટ બર્ન પૂરું કર્યું અને તેના પછી લગભગ 44 મીનિટમાં તે જમીન પર લેન્ડ થયું. લેન્ડિંગ સમયે વાયુમંડળમાં તેનું હીટશીલ્ડ એક્ટિવ હતું. તેના પછી ડ્રોગ પેરાશૂટ ડિપ્લોય કરાયું હતું. એટલે કે બે નાના પેરાશૂટ. તેના પછી ત્રણમાં મુખ્ય પેરાશૂટ તહેનાત કરાયા. તેના પછી રોટેશન હેન્ડલ રિલીઝ કરાયું જેથી સ્પેસક્રાફ્ટ ગોળ-ગોળ ફરવાનું બંધ કરે છે.  

બોઇંગ કંપનીએ આ સ્પેસ યાન બનાવ્યું છે. 5 જૂને સુનીતા અને બૂચને ISSમાં મોકલવામાં આવ્યા હતા. આ મિશન માત્ર 8 દિવસનું હતું પરંતુ ટેકનિકલ ખામીને લીધે તેને રિટર્ન કરવાનું મોકૂફ રખાયું હતું. આ અવકાશયાન ક્રૂ વિના પૃથ્વી પર પરત ફર્યું છે.  ભારતીય અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને સ્પેસ સ્ટેશનમાં અટકાવનારું અને અંતરિક્ષમાં ફસાવનારું બોઈંગનું સ્ટારલાઈનર આખરે 3 મહિના બાદ પૃથ્વી પર પરત આવી ગયું છે. જોકે હજુ સુધી સુનિતા કે બુચ ધરતી પર પાછા આવી શક્યા નથી. 

સ્ટારલાઈનર હાલમાં પૃથ્વીની આસપાસ ફરે છે. લેન્ડિંગના લગભગ અડધા કલાક પહેલા લાઈવ ટેલિકાસ્ટ થશે, જે નાસાની વેબસાઈટ અને યુટ્યુબ પર જોઈ શકાશે. સ્ટારલાઈનરના ઉતરાણ પછી નાસા અને બોઈંગની ટીમ તેને ફરીથી એસેમ્બલી યુનિટમાં લઈ જશે. ત્યાં તેની તપાસ કરવામાં આવશે. સ્ટારલાઇનની પ્રોપલ્શન સિસ્ટમમાં કેમ ખામી સર્જાઈ તે જાણવા મળશે. હિલીયમ લીક થવાનું કારણ શું છે? 

આ સમાચાર શેર કરો