આ દેશના વડાપ્રધાને રાજીનામાની કરી જાહેરાત, ચૂંટણી લડવાનો પણ કર્યો ઇનકાર
જાપાનના વડાપ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. ફુમિયો કિશિદાએ કહ્યું કે તે સપ્ટેમ્બરમાં પ

જાપાનના વડાપ્રધાને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. ફુમિયો કિશિદાએ કહ્યું કે તે સપ્ટેમ્બરમાં પદ છોડી દેશે. ત્રણ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે. જાપાનના વડાપ્રધાને સપ્ટેમ્બરમાં યોજાનાર પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાનો પણ ઇનકાર કરી દીધો છે. જાપાનની સરકારી ટીવી ચેનલે તેની પૃષ્ટી કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે જાપાનના ભારત સાથે સારા સંબંધ છે.
એક રિપોર્ટ અનુસાર, ફુમિયો કિશિદાએ સત્તાધારી પાર્ટી લિબરલ ડેમોક્રેટિક (LDP)ના પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી પણ ના લડવાની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે ઓક્ટોબર 2021માં ફુમિયો કિશિદાએ જાપાનના વડાપ્રધાનનું પદભાર સંભાળ્યું હતું. કિશિદાએ યોશીહાઇદ સુગાની જગ્યા લીધી હતી. આ વર્ષે જાપાનમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે. બુધવારે કિશિદાએ કહ્યું કે તેમને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં ફરી ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો છે. તે આવતા મહિને LDPના નવા નેતાની ચૂંટણી સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે. કિશિદાનું પીએમ પદ છોડવાનું મુખ્ય કારણ પાર્ટીની અંદરનો વિવાદ ગણવામાં આવી રહ્યો છે.
PM પદ છોડવા પાછળ આ છે કારણ
ફુમિયો કિશિદા ચૂંટણી પહેલા આ જાહેરાત કરીને ચોકાવનારા છે. કહેવામાં આવે છે કે કિશિદાના પીએમ પદ છોડવાનું કારણ પાર્ટીના કેટલાક નેતા છે, કારણ કે તે કિશિદા સરકાર વિરૂદ્ધ વિરોધ કરી રહ્યાં હતા. પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે કિશિદા સરકારના નેતૃત્ત્વમાં આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે કારણ કે જાપાન પાર્ટી વિવાદમાં છે. યૂનિફિકેશન ચર્ચ સાથે સંબંધના ખુલાસા અને ડિસેમ્બરમાં રાજકીય ફંડિગને લઇને વિવાદથી પાર્ટીને ઘણુ નુકસાન થયું છે. કિશિદાની કેબિનેટની એપ્રૂવલ રેટિંગ પણ સતત ઘટી રહી છે. કિશિદાના કાર્યકાળમાં તેમની પાર્ટીના કેટલાક નેતાઓના ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં સામેલ થવાની વાત પણ સામે આવી છે જેનાથી તેમની લોકપ્રિયતા ઘટીને 20 ટકાથી નીચે જતી રહી છે.






