ફ્રાંસ પર ગુસ્સે ભરાયા નેતન્યાહુ ! ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં ફ્રેન્ચ કંપની પર કર્યો બોમ્બમારો
ઈઝરાયેલ દ્વારા લેબનોન પર એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ત્યારે હવે ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્ર

ઈઝરાયેલ દ્વારા લેબનોન પર એક પછી એક હુમલો કરી રહ્યુ છે. ત્યારે હવે ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં ફ્રેન્ચ મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો
અહેવાલો અનુસાર, ઈઝરાયેલે બેરૂતમાં ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જીસ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સ્ટેશન પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, કોઈ જાનહાનિની માહિતી બહાર આવી નથી.
નેતન્યાહુ અને મેક્રોન વચ્ચે વિવાદ શું છે?
થોડા દિવસો પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, 'તમામ સંસ્કારી દેશોએ ઈઝરાયેલ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ. કારણ કે તે ઈરાનની આગેવાની હેઠળના દળો સામે લડે છે.' પરંતુ તેમણે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના ઈઝરાયેલ પર હથિયાર પ્રતિબંધની હાકલને શરમજનક ગણાવી હતી.
ફ્રાન્સે આ પ્રતિબંધો લગાવ્યા
શનિવાર (ચોથી ઓક્ટોબર)ના રોજ એક વીડિયો સંદેશ જાહેર કરતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'આતંકની ધરી એક સાથે ઊભી છે, પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકવાદી ધરીનો વિરોધ કરે છે તેઓ ઈઝરાયેલ પર હથિયાર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.' નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોનની ઓફિસે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, 'ફ્રાન્સ ઈઝરાયેલનો મિત્ર છે અને ઈઝરાયેલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઈઝરાયેલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયેલની સાથે ઊભું રહેશે.'








