મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'તમારી પાસે માત્ર 45 મિનિટ...જ્યારે સેના પ્રમુખે શેખ હસીનાને આપ્યું અલ્ટીમેટમ; બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની ઇનસાઇડ સ્ટોરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા અને વિવાદ વચ્ચે વડાપ્રધાન શેખ હસી

'તમારી પાસે માત્ર 45 મિનિટ...જ્યારે સેના પ્રમુખે શેખ હસીનાને આપ્યું અલ્ટીમેટમ; બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની ઇનસાઇડ સ્ટોરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા અને વિવાદ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તે ભારત આવી ગયા છે. આ પહેલા સેનાએ 45 મિનિટનો સમય આપ્યો હતો. તે બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

પદ પરથી હટતા અને ઘર છોડતા જ હજારો પ્રદર્શનકારીઓએ સોમવારે તેમના સરકારી ઘર ગણભવન પર કબ્જો કરી લીધો હતો. આ વચ્ચે સેના પ્રમુખ જનરલ વકાલ-ઉજ-જમાને તમામ પક્ષની ભાગીદારી ધરાવતી વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી.

સેના પ્રમુખે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું, "અમે તમામ રાજકીય પક્ષ સાથે સાર્થક ચર્ચા બાદ દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. અમે સ્થિતિને હલ કરવા માટે હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાથે વાત કરીશું."

બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા શેખ હસીનાના શાસનના અંતની ઉજવણી કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શેખ હસીના દેશ છોડ્યા પહેલા એક ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા પરંતુ તેમને આમ કરવાની તક મળી નહતી કારણ કે સેનાએ તેમને દેશ છોડવા માટે માત્ર 45 મિનિટનો જ સમય આપ્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે વિદ્યાર્થી કાર્યકર્તાઓએ દેશભરમાં કરર્ફ્યુ છતા શેખ હસીના પર રાજીનામું આપવાનું દબાણ બનાવવા માટે ઢાકા સુધી રેલી કાઢવાનું આહવાન કર્યું હતું. જેવા જ પ્રદર્શનકારીઓએ કેટલાક સ્થળો પર આગળ વધવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર શેર કરો