Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The House of Representatives, the lower house of the American Parliament, passed a resolution to stop the war against Iran

VIDEO: અમેરિકન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવતો પ્રસ્તાવ પસાર

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ફટકો પડ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરોધમાં ૨૦૮ મત પડ્યા હતા. ગૃહમાં બહુમતી હોવા છતાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના જ ૪ સાંસદોએ બળવો કરીને ડેમોક્રેટ્સના પક્ષમાં મતદાન કર્યું હતું. ડેમોક્રેટ્સનો આરોપ છે કે સંસદની મંજૂરી વિના ઈરાન સામે સૈન્ય પગલાં ભરીને ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રસ્તાવને કાયદો બનવા માટે હવે ઉપલા ગૃહ 'સીનેટ'ની મંજૂરી મેળવવી પડશે, જ્યાં ટ્રમ્પ વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. જો કે, આગામી ચૂંટણી પહેલાં પોતાની જ પાર્ટીમાં વધતો વિરોધ ટ્રમ્પ માટે ચિંતાનો વિષય બન્યો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newstrump