દિવાળી પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, અનેક સૈનિકોના મોત
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપતો દ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપતો દેશ પણ માનવામાં આવે છે. આ આતંકવાદીઓ વારંવાર પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. જોકે, પાકિસ્તાન તેમને આશ્રય આપવાનું ચાલુ રાખે છે. જેનું પરિણામ પાકિસ્તાનને ભોગવવું પડે છે.
સોમવારે સાંજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બીજો મોટો આતંકવાદી હુમલો થયો. આતંકવાદીઓએ ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં સુરક્ષા દળોને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો સુઇ નોર્ધન ગેસ પાઇપલાઇન (SNGPL) પર તૈનાત હતા. મીડિયા અહેવાલો અનુસાર, આતંકવાદીઓના ગોળીબારમાં પાંચ સૈનિકોના મોત થયા છે અને 12થી વધુ સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે.




