મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયલમાં આતંકવાદી હુમલો, કારથી લોકોને કચડયા, 10 લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયલના હાઈફામાં એક પૂરપાટ જતી કારે પગપાળા જઈ રહેલા લોકોને ટક્કર મારી હતી, જેમાં 10 લો

ઈઝરાયલમાં આતંકવાદી હુમલો, કારથી લોકોને કચડયા, 10 લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયલના હાઈફામાં એક પૂરપાટ જતી કારે પગપાળા જઈ રહેલા લોકોને ટક્કર મારી હતી, જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. સુરક્ષાદળોએ આરોપીને હાઈફા શહેરના દક્ષિણમાંથી ઝડપી લીધો છે.

આતંકવાદીએ ચપ્પાથી હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ બસ સ્ટેશન પર ઘણા લોકોને અગાઉ કચડી નાખ્યા પછી બીજા લોકો પર ચપ્પાથી હુમલા કર્યા હતા. ઈઝરાયલની ઈમરજન્સી સેવા તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું કે, તેઓની ટીમ ઘટનાસ્થળે 10 લોકોની સારવાર કરી રહી છે. પેલેસ્ટાઈન જૂથ હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની વચ્ચે આ ભીષણ હુમલો થયો છે. 

ઈઝરાયલ પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે, કરકુર બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓ બસની પ્રતીક્ષા કરી રહ્યા હતા, તે દરમિયાન એક વાને ઘણા લોકોને ટક્કર મારી હતી, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ આતંકવાદી હુમલો પેલેસ્ટાઈન જૂથ હમાસ દ્વારા કરાયેલો છે.

યુદ્ધવિરામ દરમિયાન આતંકી હુમલો

ગાઝામાં 19 જાન્યુઆરીથી પહેલી માર્ચ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે. આ સમય દરમિયાન, હમાસ 33 ઇઝરાયલી કેદીઓને મુક્ત કરશે. તે જ સમયે, ઈઝરાયલ એક કેદીના બદલામાં દરરોજ 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. દરેક ઇઝરાયલી મહિલા સૈનિકના બદલામાં 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.


ગત 7 ઑક્ટોબર-2023ના રોજ હમાસના આતંકી હુમલા પછી, ઈઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ ઝૂંબેશ શરૂ કરી હતી. હમાસે આજે સવારે (ગુરુવાર 27 ફેબ્રુઆરી) 4 ઈઝરાયલી કેદીઓના મૃતદેહ પરત કર્યા હતા. હમાસ તરફથી મોકલાવેલા તમામ ચાર બંધકોના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો