મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

PM મોદી અને UK ના નવા PM એન્ડી બર્નહમ વચ્ચે ટેલિફોનિક વાતચીત: આર્થિક કરાર, વેપાર અને રોકાણ મજબૂત કરવા પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P

PM મોદી અને UK ના નવા PM એન્ડી બર્નહમ વચ્ચે ટેલિફોનિક વાતચીત: આર્થિક કરાર, વેપાર અને રોકાણ મજબૂત કરવા પર ભાર
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગ્રેટ બ્રિટનના નવા વડાપ્રધાન એન્ડી બર્નહમ (UK PM Andy Burnham) સાથે ટેલિફોન પર વાતચીત કરીને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી છે. આ સંવાદ સાથે ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે, જે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ, સુરક્ષા, ક્લીન એનર્જી, શિક્ષણ અને બે દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સમંતિ બની છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન એન્ડી બર્નહમ સાથે વાત કરીને આનંદ થયો. મેં તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા. અમે ટેકનોલોજી, સંરક્ષણ, ક્લીન એનર્જી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા સંમત થયા છીએ.'

વેપાર કરારથી રોકાણ અને રોજગારીની નવી તકો ખુલશે

વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે તાજેતરમાં અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરારના લાભો મેળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કરારથી ભારત અને યુકે વચ્ચે વેપાર, રોકાણ અને ઉદ્યોગો માટે નવા રસ્તા ખુલશે, જેનાથી આર્થિક ભાગીદારીને નવી ગતિ મળશે.

સમાન સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે એકસાથે કામ કરવાનો સંકલ્પ

વડાપ્રધાન મોદી (PM Modi)એ ઉમેર્યું હતું કે, 'ભારત અને યુકે બંને દેશોના નાગરિકોના કલ્યાણ અને સમાન સમૃદ્ધિ માટે મળીને કામ કરશે.' નવી સરકારના આગમનથી વૈશ્વિક અને આર્થિક સ્તરે ભારત અને બ્રિટન વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો