ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના ફોટાવાળી ટીશર્ટ એક કલાકમાં જ માર્કેટમાં આવી ગઈ, ધૂમ વેચાણનો દાવો
પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી માર્યાના માત્ર 2 કલ

પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી માર્યાના માત્ર 2 કલાક પછી ચાઇનીઝ ઓનલાઈન રિટેલર્સે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસમાંથી બચી જવાની ક્ષણને કૅપ્ચર કરતી ફોટાવાળી ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું.
તાઓબાઓ વિક્રેતા લી જિનવેઈએ જણાવ્યું હતું કે, "શૂટીંગના સમાચાર મળતાં જ અમે તાઓબાઓ પર ટી-શર્ટ વેચવા મૂકી દીધા હતા, જો કે અમે તે છાપ્યા પણ નહોતા અને ત્રણ કલાકમાં અમને ચીન અને યુ.એસ. બંને દેશોમાંથી 2000 થી વધુ ઓર્ડર મળ્યા.
ડીજીટલ પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગથી ઉત્પાદન અને વેચાણની ઝડપમાં વધારો થયો છે, જેનાથી ટી-શર્ટ છાપવામાં અને વેચાણ માટે ખૂબ જ ઝડપથી થઈ શકે છે.
Xinflying ડિજિટલ પ્રિન્ટિંગ પ્રોડક્શન નામની ગુઆંગડોંગ સ્થિત કંપનીએ જણાવ્યું હતું કે તેમના ડિજિટલ પ્રિન્ટિંગ મશીન પ્રતિ કલાક 8 ચૂંટણી સંબંધિત અલગ અલગ ટી-શર્ટ પ્રિન્ટ કરી શકે છે.
ચાઈનીઝ ક્રોસ-બોર્ડર ઈ-કોમર્સ પ્લેટફોર્મ AliExpressના ડેટા દર્શાવે છે કે ચૂંટણી સંબંધિત મોમેન્ટ્સ માટેના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ જાન્યુઆરીથી મહિના દર મહિને 40% થી વધુ વધ્યા છે, જેમાં માર્ચમાં 110% થી વધુ વધારો થયો છે.
ટ્રમ્પ શૂટિંગના કિસ્સામાં, આ ઝડપી પરિવર્તન શક્ય બન્યું કારણ કે ટી-શર્ટ ફેક્ટરીઓ સરળતાથી સંબંધિત છબીઓ ડાઉનલોડ કરે છે અને તેમની ડિજિટલ પ્રિન્ટિંગ ક્ષમતાઓનો ઝડપથી માલસામાનનું ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરે છે. હેબેઈ પ્રાંતમાં લીની ફેક્ટરી લગભગ 1 મિનિટમાં ટી-શર્ટ બનાવી શકે છે.








