મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત આકાશમાં ઉડાન ભરવા તૈયાર, ગુજરાત સાથે છે ખાસ સંબંધ

ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ ફરી એક વખત આકાશમાં જવા માટે તૈયાર છે. આ વખતે તેમની સાથે બુચ

સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત આકાશમાં ઉડાન ભરવા તૈયાર, ગુજરાત સાથે છે ખાસ સંબંધ

ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ ફરી એક વખત આકાશમાં જવા માટે તૈયાર છે. આ વખતે તેમની સાથે બુચ વિલ્મોર પણ રહેશે. નાસાના બે અનુભવી અવકાશ યાત્રી બોઇંગના સ્ટારલાઇનર અવકાશ યાનમાં સવાર થઇને આકાશમાં જવા માટે તૈયાર છે. આ પ્રથમ માનવયુક્ત અવકાશ યાન હશે જે સાત મેએ ઉડાન ભરશે. નાસા અનુસાર, યૂનાઇટેડ લૉન્ચ અલાયન્સ અટલસ વી રોકેટ અને બોઇંગ સ્ટારલાઇનર અવકાશ યાન સાત મેએ સવારે 8 વાગીને 4 મિનિટે કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવશે.

નવા અવકાશ યાનમાં ઉડાન ભરવાને લઇને ઉત્સાહિત

મિશનને સંચાલિત કરવા જઇ રહેલા સુનીતા વિલિયમ્સે મીડિયા સાથે વાત કરી હતી. સુનીતા વિલિયમ્સે કહ્યુ કે તે થોડા ડરેલા છે પરંતુ નવા અવકાશ યાનમાં ઉડાન ભરવાને લઇને ઉત્સાહિત છે. સુનીતા વિલિયમ્સે કહ્યું, 'જ્યારે હું આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશને પહોંચીશ તો આ ઘરે પરત જવા જેવું હશે.'

આકાશમાં 322 દિવસ વિતાવી ચુકી છે સુનીતા વિલિયમ્સ

ડૉ. દીપક પંડ્યા અને બોની પંડ્યાના ઘરે જન્મેલી સુનીતા વિલિયમ્સ ફરી એક વખત ઇતિહાસ રચશે. તે પ્રથમ મહિલા બનશે જે માનવયુક્ત અવકાશ યાનના પ્રથમ મિશનમાં ઉડાન ભરશે. તે વર્ષ 2006 અને 2012માં બે વખત આકાશમાં જઇ ચુકી છે. વિલિયમ્સે બે મિશનમાં અવકાશમાં કૂલ 322 દિવસ વિતાવ્યા છે જે એક રેકોર્ડ છે.

સુનીતા વિલિયમ્સનો પરિવાર ગુજરાતનો છે

સુનીતા વિલિયમ્સના પિતા ગુજરાતના મહેસાણઆના ઝુલાસણમાં જન્મ્યા હતા. તે બાદમાં અમેરિકા જતા રહ્યાં અને બોની પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. સુનીતા વિલિયમ્સ હવે બોઇંગના સ્ટારલાઇનર અવકાશ યાન પર ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનના પાયલોટ બનવાની તૈયારી કરી રહી છે. જૂન 1998માં અમેરિકાની અવકાશ એજન્સી નાસામાં તેની પસંદગી થઇ હતી. 9 ડિસેમ્બર 2006માં તે પ્રથમ વખત આકાશમાં ગઇ હતી, તેને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવેલા 14માં શટલ ડિસ્કવરી સાથે રવાના કરવામાં આવી હતી. તે બાદ 2012માં તેની બીજી આકાશ યાત્રા શરૂ થઇ હતી, ત્યારે તેને કજાકિસ્તાનના બેકોનૂરથી રશિયન રોકેટ સોયૂજ ટીએમએ-05એેમમાં ઉડાન ભરી હતી.

આ સમાચાર શેર કરો