મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચારેય બાજુ અંધારપટ! યુરોપના અનેક દેશોમાં અચાનક વીજળી ગુલ, પોર્ટુગલ- ફ્રાન્સમાં બ્લેકઆઉટ

યુરોપિયન દેશો સ્પેન અને પોર્ટુગલમાં મોટા વિસ્તારમાં અંધારપટ છવાયો છે. આ દેશોની રાજધાનીઓમાં પણ વીજળી ગુલ છ

ચારેય બાજુ અંધારપટ! યુરોપના અનેક દેશોમાં અચાનક વીજળી ગુલ, પોર્ટુગલ- ફ્રાન્સમાં બ્લેકઆઉટ

યુરોપિયન દેશો સ્પેન અને પોર્ટુગલમાં મોટા વિસ્તારમાં અંધારપટ છવાયો છે. આ દેશોની રાજધાનીઓમાં પણ વીજળી ગુલ છે. ફ્રાન્સના કેટલાક શહેરો પણ આ બ્લેકઆઉટથી પ્રભાવિત થયા છે. સોમવારે સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં ભારે અંધારપટ જોવા મળ્યો. વીજ પુરવઠો ખોવાઈ જવાના કારણે લાખો લોકો પ્રભાવિત થયા. વીજ પુરવઠો ખોરવાવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. 

સ્પેનની સરકારી વીજ નેટવર્ક ઓપરેટર રેડ ઈલેક્ટ્રિકાએ ટ્વિટ કર્યું છે કે, અમે દેશના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ. ફ્રાન્સના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળી.


સ્પેનની સરકારી વીજળી કંપની રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું હતું કે, તે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે અને હાલમાં બ્લેકઆઉટના કારણોનું વિશ્લેષણ કરી રહી છે. ગ્રીડ ઓપરેટરે કહ્યું, 'આ સમસ્યાના ઉકેલ માટે તમામ સંસાધનો ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.'

સ્પેનની રાષ્ટ્રીય રેલ્વે કંપની રેન્ફે, એ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે દેશનો "સમગ્ર રાષ્ટ્રીય પાવર ગ્રીડ કપાઈ ગયો. રેન્ફે જણાવ્યું હતું કે, વીજ પુરવઠો બંધ થતા ટ્રેનો રોકી દેવામાં આવી હતી અને કોઈ પણ સ્ટેશનથી કોઈ ટ્રેન આવી રહી ન હતી કે ઉપડી રહી ન હતી. વીજળી ગુલ થવાના કારણે ટુર્નામેન્ટના સ્કોરબોર્ડ પર અસર પડી અને કોર્ટની ઉપર લગાવેલા કેમેરાઓ પણ બંધ હતા.  

સ્પેન અને પોર્ટુગલમાં આવા વ્યાપક વીજકાપ ભાગ્યે જ જોવા મળે છે. સ્પેનના જાહેર પ્રસારણકર્તા RTVE એ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે દેશના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે તેના ન્યૂઝરૂમ, મેડ્રિડમાં સ્પેનિશ સંસદ અને દેશભરના મેટ્રો સ્ટેશનોમાં અંધારપટ છવાયું હતું.  
 
યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે. સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ છે. જેના લીધે હવાઈ સેવાઓથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે. ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન તથા બંધ થયા છે. બપોરે મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારૂ છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયુ નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો