મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાના હેન્ડરસનમાં હિંદુ મંદિરના નિર્માણ પર રોક, પહેલા આપી હતી મંજૂરી

અમેરિકાના લાસ વેગાસના હેન્ડરસન શહેરમાં હિંદુ મંદિર બનાવવા મામલે ભારે વિવાદ થયો છે. જેમ પાકિસ્તાન ઈસ્

અમેરિકાના હેન્ડરસનમાં હિંદુ મંદિરના નિર્માણ પર રોક, પહેલા આપી હતી મંજૂરી

અમેરિકાના લાસ વેગાસના હેન્ડરસન શહેરમાં હિંદુ મંદિર બનાવવા મામલે ભારે વિવાદ થયો છે. જેમ પાકિસ્તાન ઈસ્લામાબાદમાં હિંદુ મંદિરનું નિર્માણ થવા દેતું નથી, તેવી જ રીતે હેન્ડરસનમાં હિંદુ સમાજ પોતાનું મંદિર બનાવવા સંઘર્ષ કરી રહ્યું છે. સ્થાનિક તંત્રએ હેન્ડરસન મંદિર બનાવવાની પહેલા મંજૂરી આપ્યા બાદ હિંદુ એસોસિએશન દ્વારા નિર્માણકાર્ય શરૂ કરાયું હતું, જોકે હવે બહાનાઓ કાઢી મંદિરનું નિર્માણકાર્ય અટકાવી દેવાતા હિંદુઓમાં રોષ ફેલાયો છે. 

મળતા અહેવાલો મુજબ હિંદુ સમિતિમાં લગભગ એક લાખથી વધુ સભ્યો છે, જેઓ ઘણા વર્ષોથી હેન્ડરસન શહેરમાં મંદિર બનાવવા સંઘર્ષ કરી રહ્યા છે. આ મામલો છેક કોર્ટ સુધી પણ ગયો હતો અને મંદિર બનાવવા માટે મંજૂરી પણ મળી ગઈ હતી, પરંતુ હવે શહેરના સિટી કાઉન્સિલે મંજૂરીને પરત ખેંચી લઈ નિર્માણકાર્ય અટકાવી દીધું છે. આ શહેરમાં રહેનારા હિંદુઓનું કહેવું છે કે, સ્થાનિક તંત્ર હિંદુઓ સાથે ભેદભાવ કરી રહ્યો છે.

સિટી કાઉન્સિલે સ્થાનિક રહેવાસીઓનો વિરોધનું બહાનું આપ્યું

હેન્ડરસનના ગ્રામીણ વિસ્તારમાં પાંચ એકર જમીન પર આનંદ ઉત્સવ નામથી એક મંદિર બનાવવાનો ઘણા વર્ષોથી પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ વર્ષ 2022માં સિટી કાઉન્સિલે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવાનું બહાનું આપ્યું હતું અને મંદિર નિર્માણ મંજૂરીને અટકાવી દીધી હતી. આ મામલે અમેરિકન હિંદુ એસોસિએશન ના સભ્ય સતીશ ભટનાગરે એક સમાચાર પોર્ટલને જણાવ્યું કે, ‘હિંદુઓ માટે હેન્ડરસન ખૂબ જ મહત્વનું સ્થળ છે. ભટનાગર અને બાબા અનલે આ જમીન ચાર લાખ ડૉલરથી વધુની રકમે જમીન ખરીદી હતી.

વર્ષ 2022માં મંદિર બનાવવા મંજૂરી મળી હતી

ઓગસ્ટ -2022માં મંદિરને મંજૂરી મળી હતી, પરંતુ ત્યારબાદ ઓક્ટોબરમાં સ્થાનિક રહેવાસીઓએ મંજૂરી વિરુદ્ધ અપીલ કરી અને દાવો કર્યો હતો કે, મંદિર નિર્માણના કારણે ગ્રામીણ સંરક્ષણને નુકસાન થશે. જોકે આ વિસ્તારમાં પહેલાથી જ ત્રણ ચર્ચ બનેલા છે.

સ્થાનિકોના હિતમાં મંદિર નિર્માણમાં ઘણા ફેરફાર કરાયા

સ્થાનિકોએ વિરોધ કર્યા બાદ હિંદુ સમિતિએ મંદિર નિર્માણમાં ઘણા ફેરફાર કર્યા હતા. સમિતિએ મંદિરની ઊંચાઈ, પાર્કિંગ સ્થળ સહિત ઘણી બાબતોમાં ફેરફાર કર્યા. ત્યારબાદ સિટી કાઉન્સિલે 4-1થી વિરોધ કરનારાઓની અપીલને રદ કરી દીધી અને અમેરિકન હિંદુ એસોસિએશને એક વર્ષ માટે શરતી ઉપયોગની પરવાનગી આપી. પછી મંદિર સમિતિએ નિર્માણ કાર્ય પણ શરૂ કરી દીધું, પરંતુ પરવાનગીનો સમયગાળો સમાપ્ત થયાના એક મહિના પહેલા જ સિટી કાઉન્સિલે નિયમો બદલી નાખી વિસ્તારમાં ધાર્મિક ક્રિયાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે હિંદુઓની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે.

આ સમાચાર શેર કરો