પ્લેગથી રિસર્ચરનું મોત, શું રશિયા બનાવી રહ્યું હતું કોરોના જેવો વાયરસ? સાઇબેરિયાની લેબમાં વિસ્ફોટ બાદ ખળભળાટ!

રશિયાના સાઇબેરિયા (Siberia) વિસ્તારમાં આવેલી એક એન્ટી-પ્લેગ રિસર્ચ લેબ (Anti-Plague Research Lab)માં શંકાસ્પદ સંક્રમણનો મામલો સામે આવતા હડકંપ મચ્યો છે. સરકારી સમાચાર એજન્સી TASSના અહેવાલ મુજબ 28 વર્ષીય મહિલા રિસર્ચરનું સંક્રમણ બાદ મોત થયું છે. ઘટનાને પગલે લેબમાં કામ કરતા લગભગ 200 કર્મચારીઓને મેડિકલ ઓબ્ઝર્વેશન (Medical Observation) હેઠળ રાખવામાં આવ્યા છે.
ઇરકુત્સ્કની એન્ટી-પ્લેગ લેબમાં શું થયું?
આ મામલો સાઇબેરિયાના ઇરકુત્સ્ક શહેરમાં આવેલી ‘શેલેખોવ એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’નો છે. આ સંસ્થા ગંભીર અને ચેપી બીમારીઓ અંગે સંશોધન માટે જાણીતી છે. અહેવાલ મુજબ દાર્યા શિપિલોવા નામની 28 વર્ષીય મહિલા રિસર્ચર ફીલ્ડ ટ્રિપ (Field Trip) પરથી પરત આવ્યા બાદ લેબમાં કામ કરી રહી હતી.
આ દરમિયાન લેબમાં એક ટેસ્ટ ટ્યુબ તૂટી ગઈ હતી. શરૂઆતમાં સ્થિતિ સામાન્ય લાગી હતી, પરંતુ થોડા દિવસ બાદ મહિલાની તબિયત ઝડપથી બગડવા લાગી. તપાસમાં તેને ન્યુમોનિયા હોવાનું જાણવા મળ્યું. સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન થતાં 29 સપ્ટેમ્બરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને વેન્ટિલેટર (Ventilator) પર રાખવામાં આવી હતી. 2 ઓક્ટોબરે તેનું મોત થયું હતું.
ન્યુમોનિક પ્લેગની આશંકાથી વધ્યો ખતરો
મહિલાના સંક્રમણને લઈને ન્યુમોનિક પ્લેગ (Pneumonic Plague)ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ન્યુમોનિક પ્લેગ પ્લેગનું ગંભીર સ્વરૂપ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે.
આ પ્રકારના સંક્રમણમાં ખાંસી અને છીંક દરમિયાન નીકળતા શ્વસન ટીપાં દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ચેપ ફેલાવાની શક્યતા રહે છે. સમયસર સારવાર ન મળે તો આ બીમારી ગંભીર બની શકે છે.
200 કર્મચારીઓ મેડિકલ નજર હેઠળ
મહિલાના મોત બાદ લેબમાં કામ કરતા લગભગ 200 કર્મચારીઓને મેડિકલ સર્વેલન્સ (Medical Surveillance) હેઠળ રાખવામાં આવ્યા છે. શરૂઆતના અહેવાલ મુજબ તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં સંક્રમણના સંભવિત ફેલાવાને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારવામાં આવી છે.
લેબની આસપાસના વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ઇરકુત્સ્ક શહેરની પાંચ હોસ્પિટલોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હોવાનું જણાવાયું છે.
શું કોરોના જેવી સ્થિતિનો ખતરો?
ન્યુમોનિક પ્લેગ હવામાંથી ફેલાઈ શકે છે અને તેના કેટલાક લક્ષણો શ્વસન સંબંધિત બીમારીઓ જેવા હોવાથી લોકોમાં કોરોનાની યાદ તાજી થઈ રહી છે. જોકે હાલના મામલાને કોરોના સાથે સરખાવવો યોગ્ય નથી અને આ સંક્રમણની ચોક્કસ ઓળખ અંગે તપાસ ચાલી રહી છે.
રશિયન અધિકારીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરો એ તપાસી રહ્યા છે કે આ કોઈ નવા બેક્ટેરિયલ સ્ટ્રેન (Bacterial Strain)નું પરિણામ છે કે લેબમાં થયેલી કોઈ દુર્ઘટનાને કારણે સંક્રમણ ફેલાયું છે. હાલ અન્ય કર્મચારીઓમાં આવું સંક્રમણ ન મળતાં તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે. સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ ઘટનાને શંકાસ્પદ સંક્રમણ તરીકે જ જોવામાં આવી રહી છે.
રશિયામાં હજુ પણ જૈવિક હથિયારો પર કામ ચાલુ

