Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US Secret Plane in Russia, was in CIA Chief... What is going on between Trump-Putin?

રશિયામાં USનું સિક્રેટ પ્લેન, અંદર હતા CIA ચીફ... ટ્રમ્પ-પુતિન વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રશિયામાં USનું સિક્રેટ પ્લેન, અંદર હતા CIA ચીફ... ટ્રમ્પ-પુતિન વચ્ચે શું રંધાઈ રહ્યું છે?
સોર્સ : gstv

અમેરિકા (US) અને રશિયા (Russia) વચ્ચે ફરી એકવાર પડદા પાછળની હિલચાલ તેજ થઈ હોવાનું સામે આવ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા જોન રેટક્લિફ (John Ratcliffe) મોસ્કો પહોંચ્યા હોવાના અહેવાલ છે. અમેરિકન મીડિયા (US Media)એ અજાણ્યા સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. જોકે, રેટક્લિફ રશિયામાં કયા અધિકારીઓને મળ્યા અને તેમની મુલાકાતનો એજન્ડા (Agenda) શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

App Store

મોસ્કોમાં CIA ચીફની ગુપ્ત મુલાકાત

રિપોર્ટ અનુસાર રેટક્લિફ મંગળવારે મોસ્કો પહોંચ્યા હતા. આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે લાંબા સમય બાદ કોઈ અમેરિકન ગુપ્તચર વડાની રશિયા મુલાકાતના અહેવાલ સામે આવ્યા છે. CIA અને ક્રેમલિન (Kremlin) બંનેએ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

આ મુલાકાતની ગોપનીયતા સૌથી વધુ ચર્ચામાં છે. અહેવાલ મુજબ અમેરિકાએ યુક્રેન (Ukraine)ને અગાઉથી જણાવ્યું હતું કે સોમવારથી બુધવાર સુધી મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને રશિયાના કેટલાક ઉત્તરી વિસ્તારોની આસપાસ હવાઈ હુમલા ન કરવામાં આવે. આ સંદેશ પાછળ એક વરિષ્ઠ અમેરિકન અધિકારી રશિયા જવાના હોવાની માહિતી હોવાનું કહેવાય છે.

2021 બાદ ફરી CIA ચીફ મોસ્કોમાં

આ મુલાકાતની સરખામણી 2021માં CIAના તત્કાલીન વડા વિલિયમ બર્ન્સ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે થયેલી બેઠક સાથે થઈ રહી છે. તે મુલાકાતના થોડા મહિના બાદ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. જોકે, હાલની મુલાકાતનો હેતુ શું છે તે હજુ સ્પષ્ટ નથી.

ઈરાન અને યુક્રેન મુદ્દે મોટી ચર્ચાની શક્યતા

રેટક્લિફની રશિયા મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા ઈરાન (Iran) પર આર્થિક દબાણ વધારી રહ્યું છે. બીજી તરફ રશિયાના ઈરાન સાથે નજીકના વ્યૂહાત્મક સંબંધો છે. ઈરાને યુક્રેન યુદ્ધ દરમિયાન મોસ્કોને ડ્રોન (Drones) પણ આપ્યા હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત રશિયાએ અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવવામાં મદદ કરવાની ઓફર કરી છે. તેથી રેટક્લિફની મુલાકાત દરમિયાન ઈરાન સંકટ, યુક્રેન યુદ્ધ અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની અટકળો તેજ બની છે.

શું ટ્રમ્પ-પુતિન વચ્ચે બેકડોર વાતચીત?

હાલ કોઈ સત્તાવાર પુરાવો નથી કે રેટક્લિફની મુલાકાત ટ્રમ્પ-પુતિન વચ્ચે કોઈ ગુપ્ત સમજૂતી સાથે જોડાયેલી છે. જોકે, મોસ્કોમાં CIA ચીફની હાજરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સવાલો ઊભા કર્યા છે. શું આ માત્ર ગુપ્તચર સ્તરની બેઠક છે કે પછી ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) રશિયાની મદદથી ઈરાન અને યુક્રેન મુદ્દે કોઈ Backdoor Strategy તૈયાર કરી રહ્યું છે? તેનો જવાબ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.