મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

NEWS EVENING: રશિયામાં ડ્રોન હુમલા બાદ ઇંધણની ગંભીર અછત, કોંગ્રેસની બેઠક બની અખાડો! નર્મદાના ગરુડેશ્વરમાં અધિકારીઓના બંગલા પર બુલડોઝર ફર્યા

રશિયામાં ડ્રોન હુમલા બાદ ઇંધણની ગંભીર અછત! યુક્રેનના ડ્રોન હુમલા બાદ રશિયામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને ઈંધણની કટોકટીનો સ્વીકાર કરી પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારો અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ સ્થાનિક પુરવઠો જાળવવા ડીઝલ નિકાસ પર પ્રતિબંધના સંકેત આપ્યા છે. રામ મંદિર દાન ચોરી મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર અયોધ્યા રામ મંદિરમાં કથિત દાન ચોરી અને નાણાકીય ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો છે. કોર્ટે 'આટલી ઉતાવળ કેમ?' તેમ કહી અરજી નકારી દીધી છે અને હવે વેકેશન બાદ જ નિયમિત સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસની બેઠક બની અખાડો! નેતા

તસવીર: gstv

રશિયામાં ડ્રોન હુમલા બાદ ઇંધણની ગંભીર અછત!

યુક્રેનના ડ્રોન હુમલા બાદ રશિયામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને ઈંધણની કટોકટીનો સ્વીકાર કરી પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારો અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ સ્થાનિક પુરવઠો જાળવવા ડીઝલ નિકાસ પર પ્રતિબંધના સંકેત આપ્યા છે.

રામ મંદિર દાન ચોરી મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

અયોધ્યા રામ મંદિરમાં કથિત દાન ચોરી અને નાણાકીય ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો છે. કોર્ટે 'આટલી ઉતાવળ કેમ?' તેમ કહી અરજી નકારી દીધી છે અને હવે વેકેશન બાદ જ નિયમિત સુનાવણી હાથ ધરાશે.

કોંગ્રેસની બેઠક બની અખાડો! નેતાઓ વચ્ચે જાહેરમાં લાતો અને થપ્પડબાજી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોંગ્રેસની રિવ્યૂ મીટિંગમાં નેતાઓ આપસમાં બાખડ્યા હતા. પાનની પિચકારી મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એટલો વણસ્યો કે પાર્ટીના રાષ્ટ્રીય સચિવની હાજરીમાં જ નેતાઓ વચ્ચે જાહેરમાં લાતો, મુક્કા અને થપ્પડબાજી થઈ હતી.

આસામ-અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ! ભારે વરસાદથી તબાહી

આસામ અને અરુણાચલ પ્રદેશમાં મુસળધાર વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. અસમમાં ૩૦૦ મીટર લાંબો લોખંડનો પુલ વહી જતાં ૧૦૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે, જ્યારે પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.

નર્મદા: અધિકારીઓના બંગલા પર બુલડોઝર ફર્યા

નર્મદાના ગરુડેશ્વર ખાતે શરત ભંગ બદલ તંત્રએ બીજા દિવસે પણ ડિમોલિશન કામગીરી ચાલુ રાખી છે. સરકારે કડક નિર્ણય લઈને ૬ પ્લોટ જપ્ત કર્યા છે અને પાંચ ઉચ્ચ અધિકારીઓના આલીશાન બંગલાઓ પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી

અમરેલીમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાએ સંયુક્ત રીતે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. અગાઉ નોટિસ આપ્યા બાદ, લાઠી અને કુકાવાવ રોડ પરના અંદાજે ૧૦૦ જેટલા કાચા-પાકા ગેરકાયદે દબાણો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી રસ્તા ખુલ્લા કરાયા છે.

સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો, ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

દક્ષિણ ગુજરાતની અગ્રણી સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. પક્ષપલટો રોકવા અને સુરક્ષાના કારણોસર કોંગ્રેસના 10 ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ તેમજ ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે ચૂંટણીના પરિણામો પર છે.

સુરત: સચિન GIDCમાં કચરાના ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ

સુરતના સચિન GIDCના ગભેણી વિસ્તારમાં કચરાના પહાડ જેવા ઢગલામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. કાળા ધુમાડાથી આખું આકાશ ઘેરાઈ જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો