મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

દક્ષિણ કોરિયા: વિમાન સાથે અથડાયું પક્ષી, આકાશમાં જ ફાટી નીકળી આગ, નવો VIDEO આવ્યો સામે 

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગતા મૃત્યુઆંક વધીને 179 થ

દક્ષિણ કોરિયા: વિમાન સાથે અથડાયું પક્ષી, આકાશમાં જ ફાટી નીકળી આગ, નવો VIDEO આવ્યો સામે 

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગતા મૃત્યુઆંક વધીને 179 થયો છે. દક્ષિણ કોરિયાની ફાયર એજન્સીએ આ જાણકારી આપી છે. જેજુ એર પેસેન્જર પ્લેન, જે દક્ષિણના શહેર મુએનના એરપોર્ટ પર ક્રેશ થયું હતું, તે બેંગકોકથી 181 લોકો સાથે પરત ફરી રહ્યું હતું, એમ ઇમરજન્સી ઓફિસે જણાવ્યું હતું. ઓફિસના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું અને બેરિયર સાથે અથડાયું હતું, જેના કારણે આગ લાગી હતી. આ દરમિયાન એક નવો વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પક્ષી આકાશમાં જ પ્લેન સાથે અથડાયું હતું. જેના કારણે પ્લેનમાં જ આકાશમાં આગ લાગી હતી અને લેન્ડિંગ ગિયરને નુકસાન થયું હતું.

વિમાને બે વખત રનવે પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન પહેલી વાર લપસી ગયું અને બીજા પ્રયાસમાં આગ લાગી. બોઇંગ 737 800 જેટમાં ઓછામાં ઓછા 181 લોકો સવાર હતા, જેમાં છ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે, તે થાઇલેન્ડના બેંગકોકથી આવી હતી. વીડિયોમાં સામે આવ્યું છે કે પ્લેન રનવે પર ઉતરતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

એરપોર્ટ પરથી ભારે ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જે બાદ આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ટીમ માત્ર ત્રણ લોકોને બચાવવામાં સફળ રહી હતી. આ સિવાય 179  લોકોના મોત થયા છે.

આ સમાચાર શેર કરો