દક્ષિણ આફ્રિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર, નેલ્સન મંડેલાની પાર્ટી ANCએ 30 વર્ષ બાદ બહુમતી ગુમાવી
South African elections : દક્ષિણ આફ્રિકાની ચૂંટણીમાં મોટો અપસેટ થયો છે. જ્યાર

South African elections : દક્ષિણ આફ્રિકાની ચૂંટણીમાં મોટો અપસેટ થયો છે. જ્યારે આફ્રિકન નેશનલ કોંગ્રેસ-ANCને સંસદીય ચૂંટણીમાં બહુમતી મળી નથી. છેલ્લા ત્રીસ વર્ષમાં આ પ્રથમ વાર બન્યું છે. બુધવારની ચૂંટણી માટે લગભગ 99.8 ટકા મતોની ગણતરી કરવામાં આવી છે અને સત્તારૂઢ ANCને બહુમતીથી ઓછા 40 ટકાથી વધુ મત મળ્યા છે. 1994માં નેલ્સન મંડેલા ચૂંટાયા પછી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની આગેવાની હેઠળની ANCએ પ્રથમ વખત બહુમતી ગુમાવી છે.
ANCને માત્ર 40 ટકા વોટ મળ્યા
દક્ષિણ આફ્રિકાના સ્વતંત્ર ચૂંટણી પંચ (ICC)એ બુધવારે પડેલા 99.8 ટકા બેલેટ પેપરની ગણતરી પૂર્ણ કરી છે. ANCને માત્ર 40 ટકા વોટ મળ્યા હતા. જેમાં ડેમોક્રેટિક એલાયન્સ (DA)ને 22 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની નવી પાર્ટી ઉમખોંટો વી સિઝવે (એમકે) લગભગ 15 ટકા મતોથી જીતી હતી. ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) નો હિસ્સો ઘટીને 9 ટકા થઈ ગયો છે.
NAC માટે આ બોધપાઠ લેવાની બાબત
રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ગઠબંધનમાં દેશ પર કોણ શાસન કરશે તે નક્કી કરવા માટે હવે ઊંડાણપૂર્વક વાતચીત થશે. "મને નથી લાગતું કે NACના સભ્યો અને નેતાઓ તરીકે આપણે આને પાર્ટીના અંતના સંકેત તરીકે જોવું જોઈએ," NAC ચૂંટણી પ્રચારના વડા Ndumiseni Ntuliએ એક ટીવી ચેનલને જણાવ્યું. NAC માટે આ બોધપાઠ લેવાની બાબત છે. તે એક પાઠ છે જે અમને ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવા માટે પ્રોત્સાહિત કરે છે.
આફ્રિકામાં ANCના ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત
આ ચૂંટણી પરિણામોએ દક્ષિણ આફ્રિકામાં ANCના ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. જો કે, હજુ સુધી કોઈ ગઠબંધન ભાગીદાર વાતચીત માટે તૈયાર નથી. મુખ્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિક એલાયન્સને 22 ટકા વોટ મળ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની એમકે પાર્ટી તેની પ્રથમ ચૂંટણીમાં 14 ટકાથી વધુ મતો સાથે ત્રીજા સ્થાને રહી હતી. EFF નવ ટકા વોટ સાથે ચોથા સ્થાને આવી હતી. સરકાર બનાવવા માટે વાટાઘાટોનો રાઉન્ડ શરૂ થવાનો છે.
રામાફોસાને રાષ્ટ્રપતિ પદેથી હટાવવામાં આવે - MK પાર્ટી
ચૂંટણી પરિણામો બાદ, MK પાર્ટીએ કહ્યું કે કોઈપણ કરાર માટે તેમની એક શરત એ છે કે રામાફોસાને રાષ્ટ્રપતિ પદેથી હટાવવામાં આવે. MK પાર્ટીના પ્રવક્તા Nhlamulo Ndlelaએ કહ્યું: “અમે ANC સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ. પરંતુ રામાફોસાની ANC તૈયાર નથી. સંસદીય ચૂંટણીમાં 50 થી વધુ પક્ષોએ ભાગ લીધો હતો.








