ક્યાંક મહિલાઓ તો ક્યાંક રાષ્ટ્રપતિ મહેલ પર કબજો, સત્તાપલટા બાદ સિરિયાના હાલ દર્શાવતા 5 ભયાનક VIDEO

લાંબા સમયથી શાંતિની શોધ કરી રહેલા સીરિયામાં ગઈકાલે મોટો બદલાવ થયો હતો. લગભગ 12 વર્ષથી રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ ચાલી રહેલ વિદ્રોહ આખરે એક નિષ્કર્ષ પર પહોંચ્યો છે. સીરિયામાં બળવો થયો છે અને રાષ્ટ્રપતિ અસદ દેશ છોડી ગયા છે. લાંબો અને જટિલ ઈતિહાસ ધરાવતો આ દેશ હવે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: સીરિયામાં અસદ સરકારના પતન બાદ અમેરિકા અને ઇઝરાયલની એરસ્ટ્રાઈક, ISISના 100થી વધુ ઠેકાણા નષ્ટ
જો કે આ બદલાવ બાદ સીરિયાની સડકો પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. તખ્તાપલટ બાદ શેરીઓમાં અરાજકતા અને લૂંટફાટની ઘટનાઓ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શરણાર્થીઓ પાછા ફરતા જોવા મળ્યા
સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો, જ્યારે હજારો વાહનો રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ સર્જતા જોવા મળ્યા. અલ જઝીરાના અહેવાલ મુજબ, આ વિસ્થાપિત લોકો સીરિયાની રાજધાની દમાસ્કસ તરફ પાછા ફરી રહ્યા હતા, જ્યારે સમાચાર મળ્યા કે અસદ શાસનને વિપક્ષ દ્વારા પરાસ્ત કરવામાં આવ્યું છે અને દેશમાં પરિવર્તન આવ્યું છે.
ટોળાએ હાફિઝ અલ-અસદના પૂતળાને તોડી નાખ્યા હતા
આ પણ વાંચો: અમેરિકાના નાગરિકત્વની આ યોજના ખતમ કરવાની ટ્રમ્પે કરી જાહેરાત, ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ અપનાવશે
સીરિયામાં સત્તા પરિવર્તનના સમાચાર આવ્યા બાદ રાજધાની દમાસ્કસ અને અન્ય શહેરોમાં લોકો બહાર આવ્યા હતા. દમાસ્કસથી 200 કિમી દૂર સ્થિત હમા શહેરમાં, દેખાવકારોએ ઉજવણી અને જોરથી સૂત્રોચ્ચાર વચ્ચે હાફેઝ અલ-અસદની પ્રતિમાને તોડી પાડી અને તેનો નાશ કર્યો.
મૂર્તિ તોડી, કપાયેલા માથાને ફૂટબોલની જેમ રમતા જોવા મળ્યા
અન્ય વિડિયોમાં, બળવાખોરોને ટેકો આપતા વિરોધીઓ પૂર્વ રાષ્ટ્રપતિની પ્રતિમાના કપાયેલા માથાને વાહન વડે ખેંચતા જોવા મળ્યા હતા. તેને રસ્તા પર ખેંચવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક લોકો તેના પર બેસીને તેને લાત મારતા જોવા મળ્યા હતા. આ સાથે જ લટાકિયા શહેરમાં પૂર્વ રાષ્ટ્રપતિની પ્રતિમા પણ તોડી પાડવામાં આવી હતી, જ્યાં વિરોધીઓએ ઉજવણી કરતાં આનંદનો માહોલ સર્જાયો હતો.
એક વીડિયોમાં સીરિયન લોકો રાજધાની દમાસ્કસમાં એક બેંકને લૂંટતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સીરિયામાં સત્તાપલટથી કાશ્મીર મામલે કેમ વધ્યું ભારતનું ટેન્શન! તુર્કીનું પણ કનેક્શન
આ સાથે જ કેટલાક લોકોએ રાષ્ટ્રપતિના મહેલ પર પણ કબજો જમાવ્યો હતો.
વિશ્વને આશા છે કે સીરિયાનું ભવિષ્ય હવે શાંતિ, સુલેહ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે. ત્યાંના નાગરિકોને હવે એ જ મુક્ત અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર મળશે જે રીતે લોકો વિશ્વના અન્ય દેશોમાં રહે છે.

