મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફેશન વર્લ્ડમાં શોકની લહેર, સોશિયલ મીડિયા સ્ટાર અને બ્યુટી ક્વીનની ગોળી મારીને હત્યા

ફેશન વર્લ્ડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મિસ ઈક્વાડોર સ્પર્ધક

ફેશન વર્લ્ડમાં શોકની લહેર, સોશિયલ મીડિયા સ્ટાર અને બ્યુટી ક્વીનની ગોળી મારીને હત્યા

ફેશન વર્લ્ડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મિસ ઈક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક CCTV ફૂટેજ સામે આવ્યો છે. જેમાં તે લોસ રિયોસ પ્રાંતના એક શહેરના એક રેસ્ટોરન્ટમાં નજર આવી રહી છે. ત્યારે અચાનક કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને તેઓએ લેન્ડીને જાહેરમાં ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર આવતા જ ફેશન વર્લ્ડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ હમાસના આતંકીઓએ પોતાના દેશની  બેન્કને લૂંટી, કરોડો રૂપિયા ભરેલી તિજોરી ખાલી કરી નાખી

CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ

ઈક્વાડોરની બ્યુટી લેન્ડી પર્રાગા ગોયબુરોનો સંબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે. ફૂટેજમાં નજર આવી રહ્યું છે કે, બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા અને લેન્ડીની સાથે-સાથે હાજર એક વ્યક્તિને પણ ગોળી મારી દીધી. જેમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો અને બીજો દરવાજા પર ઊભો રહીને નજર રાખી રહ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે હુમલાની તપાસ હાથ ધરી

સ્થાનિક મીડિયાએ રિપોર્ટમાં જણાવ્યું કે, લેન્ડી પર્રાગા ગોયબુરો એક દિવસ પહેલા લગ્નમાં સામેલ થવા માટે આવી હતી. બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી. આ હુમલા પાછળનો હેતુ શું હતો તેનો હજુ સુધી ખુલાસો નથી થયો. હાલમાં પોલીસે ગુનેગારોની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ

23 વર્ષની નાની ઉંમરે લેન્ડી પર્રાગા ગોયબુરો એક પૂર્વ બ્યુટી ક્વીન તરીકે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ ઉપરાંત લેન્ડી પોતાની સ્પોર્ટસવેર લાઈન પણ ચલાવતી હતી. તેના અચાનક નિધનથી તેમના ફેન્સને આઘાત લાગ્યો છે. હાલ પોલીસ આ હુમલા પાછળ કુખ્યાત ગેંગ અને તેના લીડરની તપાસ કરી છે.

આ સમાચાર શેર કરો