હોર્મુઝમાં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા

કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાનો છે. આને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે (સોમવાર, ૧૬ નવેમ્બર) એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. ખડગેના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી પણ ભાગ લેશે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ, આરાધના મિશ્રા અને ઈમરાન મસૂદ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી (સીટ-શેરિંગ) અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
યુએસ ફાઇટર જેટ્સની સુરક્ષા વચ્ચે હુમલો
ઇરાની સેનાના જણાવ્યા અનુસાર, આ ટેન્કરો અમેરિકન સૈન્ય અધિકારીઓના માર્ગદર્શન અને ફાઇટર જેટ્સની કવર સુરક્ષા હેઠળ ગેરકાયદે એવા દક્ષિણ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ટેન્કરોએ પોતાની ઓળખ અને નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી. વિસ્ફોટ બાદ ટેન્કરોમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 20 લાખ બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઈલ લઈને જઈ રહેલું એક સુપરટેન્કર દરિયામાં ગરકાવ થઈ ગયું હોવાનો પણ દાવો કરાયો છે.
અમેરિકાનો દાવો અને આંતરરાષ્ટ્રીય સંશય
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ કે દરિયાઈ સુરક્ષા સંસ્થા (UKMTO) દ્વારા આ ઘટનાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ અગાઉ દાવો કર્યો હતો કે મુખ્ય માર્ગો પરથી માઇન્સ હટાવી લેવાયા છે અને આ વિસ્તાર અમારા નિયંત્રણ હેઠળ છે. ઇરાને જહાજોના નામ કે માલિકીની વિગતો જાહેર ન કરતા આ દાવાઓ અંગે સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે.
વૈશ્વિક બજાર અને ઓઈલ પુરવઠા પર અસર
નોંધનીય છે કે હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી સામાન્ય દિવસોમાં વિશ્વના પાંચમા ભાગનું ઓઈલ અને એલએનજી (LNG) પસાર થાય છે. ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા સંઘર્ષ બાદ ઇરાને આ માર્ગ પર નિયંત્રણો લાદ્યા હતા અને અમેરિકાએ ઇરાની બંદરો પર નાકાબંધી કરી ટેન્કરોને સુરક્ષા આપવાનું શરૂ કર્યું હતું. જો આ દાવા સાચા સાબિત થશે તો દરિયામાં મોટા પાયે ક્રૂડ ઓઈલ ઢોળાવાથી પર્યાવરણીય નુકસાન થશે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની શક્યતા સેવાઈ રહી છે.










