Video: ઈઝરાયલમાં 19 વર્ષ જૂના શાસનનો અંત

ઈઝરાયલમાં સત્તા પરિવર્તનના ભણકારા વાગી રહ્યા છે. 19 વર્ષ સુધી ઈઝરાયલના વડાપ્રધાન રહી ચૂકેલા બેન્ઝામિન નેતન્યાહૂના શાસનનો અંત આવી શકે છે અને તેમના બદલે ગાદી આઇઝેનકોટ ઇઝરાયલના આગામી વડાપ્રધાન બની શકે છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે તેમને આગામી સરકાર બનાવવા માટે પસંદ કર્યા છે. આઇઝેનકોટને સરકાર બનાવવા માટે 6 અઠવાડિયાનો સમય મળશે. આ દરમિયાન તેમણે અન્ય પાર્ટીઓ સાથે વાતચીત કરીને ગઠબંધન બનાવવું પડશે અને સંસદમાં બહુમતી સાબિત કરવી પડશે. સરકાર બનાવવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. ગાદી આઇઝેનકોટના ગઠબંધનને 6 પાર્ટીઓના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પાસે માત્ર 46 સાંસદોનું સમર્થન છે, જે બહુમતીના આંકડાથી ઘણું દૂર છે. આ કારણસર રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવાની પ્રથમ તક આપી નથી. ઈઝરાયલમાં 27 ઓક્ટોબરે સંસદીય ચૂંટણી યોજાઈ હતી જેમાં આઈઝેનકોટના નેતૃત્વવાળા ગઠબંધનને 48 બેઠકો મળી હતી.




