મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાના મિસિસિપીની એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના, ચાર લોકોના મોત-12 લોકો ઈજાગ્રસ્ત

અમેરિકાના મિસિસિપીમાં એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા હોવાન

અમેરિકાના મિસિસિપીની એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના, ચાર લોકોના મોત-12 લોકો ઈજાગ્રસ્ત

અમેરિકાના મિસિસિપીમાં એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચાર ઈજાગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મેયરે જણાવ્યું હતું કે, 'સમગ્ર ઘટના મામલે તપાસ ચાલી રહી છે.'

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે મિસિસિપીના લેલેન્ડમાં ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા.

લેલેન્ડના મેયરે જણાવ્યું હતું કે ગોળીબાર મધ્યરાત્રિની આસપાસ થયો હતો, અને ઘાયલ થયેલા ચાર લોકોને એરલિફ્ટ કરીને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. આ મામલે તપાસ ચાલું છે.

આ સમાચાર શેર કરો