મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જ્યોર્જિયા અપલાચી હાઇસ્કૂલમાં શંકાસ્પદ યુવક દ્વારા ગોળીબારમાં ચાર લોકોના મોત

એટલાન્ટાના ઉત્તરપૂર્વમાં 50 માઈલ દૂર અપલાચી હાઈસ્કૂલમાં બનેલી ઘટના બાદ શેરિફ ઓફિસે એક શંક

જ્યોર્જિયા અપલાચી હાઇસ્કૂલમાં શંકાસ્પદ યુવક દ્વારા ગોળીબારમાં ચાર લોકોના મોત

એટલાન્ટાના ઉત્તરપૂર્વમાં 50 માઈલ દૂર અપલાચી હાઈસ્કૂલમાં બનેલી ઘટના બાદ શેરિફ ઓફિસે એક શંકાસ્પદને કસ્ટડીમાં હોવાનો અહેવાલ આપ્યો છે.

જ્યોર્જિયા હાઈસ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બુધવારે ફૂટબોલ સ્ટેડિયમમાં એકઠા થયા હતા જ્યાં એક શંકાસ્પદ યુવકે ગોળીબાર કર્યો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા છે. એક શૂટર કસ્ટડીમાં લેવાયો હોવાના અહેવાલ છે.

હેલિકોપ્ટર વિડિયોમાં એટલાન્ટાથી લગભગ 50 માઈલ ઉત્તરપૂર્વમાં, બેરો કાઉન્ટીમાં અપાલાચી હાઈસ્કૂલની આસપાસના ડઝનેક પોલીસના વાહનો અને ઈમરજન્સી વાહનો જોવા મળી રહ્યા છે.

કાઉન્ટી શેરિફની ઑફિસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ "કથિત સક્રિય ગોળીબારના સંદર્ભમાં" વહેલી સવારે શાળામાં પ્રતિક્રિયા આપી હતી અને તે જાનહાનિ નોંધવામાં આવી છે અને એક શકમંદ કસ્ટડીમાં છે."

આ ગોળીબારમાં બે લોકો માર્યા ગયા અને ચાર ઘાયલ થયા હોવાના અહેવાલો છે. જો કે મૃતકઆંક વધી શકે છે.

એક વિદ્યાર્થીએ જણાવી આપવીતી 

અમેરિકાના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થી સર્જિયો કાલ્ડેરાએ દાવો કર્યો હતો કે જ્યારે અમે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે અમે રસાયણશાસ્ત્રના ક્લાસમાં હતા. 17 વર્ષીય કાલ્ડેરાએ જણાવ્યું કે અમારા સાહેબે દરવાજો ખોલ્યો ત્યારે અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમણે દરવાજો બંધ રાખવા કહ્યું. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક ક્લાસમાં એકઠા થયા તો કોઈએ બહારથી જોરદાર રીતે દરવાજો ખખડાવ્યો અને બૂમો પણ પાડી. થોડીવાર પછી બધુ શાંત થયા પછી ફરી અકેવાર ગોળીબારનો અવાજ આવ્યો. 

આ સમાચાર શેર કરો