સંજય વાધવા-તેજલ શાહ... અમેરિકામાં અદાણી લાંચ કેસ પાછળ આ 2 ભારતીયોનો શું છે રોલ?
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ છે.

ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ છે. આ આરોપ અમેરિકામાં લગાવવામાં આવ્યો છે. આ મામલામાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
ન્યૂયોર્ક કોર્ટમાં ઇન્ડેન્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારની ચાર્જશીટ છે. જેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે તેમણે ભારતમાં Solar energy કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલર એટલે કે લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી.
અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ આ આરોપ લગાવ્યો છે. અદાણી અને તેના સહયોગીઓએ આ કથિત લાંચ સરકારી અધિકારીઓને આપી હતી કારણ કે તેઓને આગામી 20 વર્ષમાં આ પ્રોજેક્ટમાંથી લગભગ બે અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 17 હજાર કરોડનો નફો થવાની અપેક્ષા હતી.
લાંચ અમેરિકામાં શા માટે આપવામાં આવી?
સવાલ એ થાય છે કે Solar energy Projectભારતનો હતો, ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી તો અમેરિકામાં કેસ શા માટે? કારણ કે લાંચ આપવાની વાત અમેરિકન રોકાણકારોથી છુપાવવામાં આવી હતી.
આ સમગ્ર મામલો Adani Green Energy અને Azure Power સાથે સંબંધિત છે. આ કેસ આ વર્ષે ઓક્ટોબરમાં ન્યૂયોર્ક કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો.
ઈન્ડેન્ટર મુજબ, Adani Green Energyને ભારતની સરકારી કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 GW સોલાર એનર્જી આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેમાંથી Adani Green Energy 8 GW અને Azure Power 4 GW સપ્લાય કરશે. SECIએ આ વીજળી દેશની વીજ કંપનીઓને વેચવાની હતી, પરંતુ ખરીદદારો શોધી શક્યા ન હતા.
આવી સ્થિતિમાં અદાણી અને તેના સહયોગીઓએ સરકારી અધિકારીઓને લાંચ આપી જેથી તેઓ SECI પાસેથી વીજળી ખરીદી શકે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીરની પાવર કંપનીઓ સાથે ડીલ કરવામાં આવી હતી.
આ કરારો હેઠળ, આંધ્રપ્રદેશ 2,000 મેગાવોટ, ઓડિશા 500 મેગાવોટ, છત્તીસગઢ 300 મેગાવોટ, તમિલનાડુ 1,000 મેગાવોટ અને જમ્મુ અને કાશ્મીર 100 મેગાવોટની ખરીદી કરશે. આ તમામ કરાર ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 વચ્ચે કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કેસમાં કુલ આઠ આરોપીઓ છે. જેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન, રણજીત ગુપ્તા, સિરિલ કેબનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલનો સમાવેશ થાય છે.
કથિત લાંચના બે કેસ
અમેરિકામાં અદાણી અને તેના સહયોગીઓ સામે કથિત લાંચના બે કેસ છે. એફબીઆઈ એક કેસની તપાસ કરી રહી છે. જ્યારે, બીજો કેસ સિક્યોરિટી એક્સચેન્જ કમિશન દ્વારા હાથ ધરવામાં આવે છે.
અદાણી અને તેના સહયોગીઓ સામે તપાસ કરનારાઓમાં પાંચ મુખ્ય પાત્રો છે. તેમાંથી બે ભારતીયો પણ છે, જેઓ સિક્યોરિટી એક્સચેન્જ કમિશન સાથે સંકળાયેલા છે.
એ ભારતીયો કોણ છે?
1. સંજય વાધવા: ભારતીય મૂળના અમેરિકન નાગરિક સંજય વાધવા SEC ના એન્ફોર્સમેન્ટ વિભાગના કાર્યકારી નિર્દેશક છે. આ વિભાગનું કામ ગુનેગારો સામે પગલાં લેવાનું અને જે રોકાણકારોને નુકસાન થયું છે તેમને તેમના નાણાં પાછા અપાવવાનું છે. વાધવાએ આ વર્ષે 11 ઓક્ટોબરે આ જવાબદારી સંભાળી હતી.
2. તેજલ ડી. શાહ: એસઈસીની ન્યૂયોર્ક ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ડિવિઝનના સહયોગી પ્રાદેશિક નિયામક. કથિત લાંચ આપવાની તપાસ તેજલ શાહની દેખરેખ હેઠળ થઈ રહી છે. તે 2014 થી SEC સાથે સંકળાયેલી છે. ગયા વર્ષે જ તેમને એસોસિયેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ મામલે આગળ શું?
અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અદાણી ગ્રીન એનર્જીના ડિરેક્ટરો પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. અદાણી ગ્રુપે કહ્યું છે કે તે કાનૂની કાર્યવાહી કરશે.
ઇન્ડેન્ટ આવતાની સાથે જ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આરોપીએ પોતાનો કેસ પોતે અથવા વકીલ મારફત રજૂ કરવાનો હોય છે.
આ પણ વાંચો : શું અમેરિકામાં ગૌતમ અદાણીની ધરપકડ થઈ શકે? જો દોષી સાબિત થશે તો શું થશે સજા
ઇન્ડેન્ટ આવ્યા પછી અદાણી અને તેના સહયોગીઓ તેને પડકારી શકે છે. જો અહીં રાહત ન મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે.
કોર્ટે કથિત લાંચ કેસમાં આરોપીઓ પર ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) લાદ્યો છે. જો આ કાયદા હેઠળ દોષિત ઠરે તો પાંચ વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.








