રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીની ગોળી મારીને હત્યા, મોસ્કોમાં રહેણાક વિસ્તારમાં થયો હુમલો
રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી અલેકસેયેવ પર મોસ્કોમાં હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલો રહેણાક મકાનમા

રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી અલેકસેયેવ પર મોસ્કોમાં હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આ હુમલો રહેણાક મકાનમાં થયો. એધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોસ્કોમાં ગોળી વાગ્યા બાદ વરિષ્ઠ રશિયન અધિકારી, લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર અલેકસેયેવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ સંરક્ષણ મંત્રાલયના મુખ્ય જનરલ સ્ટાફના ડેપ્યુટી ચીફ છે. જ્યારે ચીફ યેવજેની પ્રિગોઝિને જૂન 2023માં બળવો કર્યો હતો, ત્યારે અલેકસેયેવ તેમની સાથે વાટાઘાટો કરવા માટે મોકલવામાં આવેલા ટોચના અધિકારીઓમાંના એક હતા.
મોસ્કો પ્રોસિક્યુટર ઓફિસે અહેવાલ આપ્યો હતો કે, ઉત્તરપશ્ચિમ મોસ્કોમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા હુમલાખોર દ્વારા અલેકસેયેવને ઘણી ગોળીઓ મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો. યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા પછી ઘણા વરિષ્ઠ રશિયન અધિકારીઓની હત્યા કરવામાં આવી છે. મોસ્કો આ હુમલાઓ માટે કિવને દોષી ઠેરવે છે. કેટલાક કિસ્સાઓમાં યુક્રેનિયન લશ્કરી ગુપ્તચર એજન્સીએ જવાબદારી સ્વીકારી છે.
તાજેતરમાં માર્યા ગયેલા અધિકારી લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવ હતા, જે જનરલ સ્ટાફના આર્મી ટ્રેનિંગ ડિરેક્ટોરેટના વડા હતા, જેમની 22 ડિસેમ્બરે તેમની કાર નીચે બોમ્બ મૂકીને હત્યા કરી દેવાઈ હતી.






