મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO : 'અમે પાંચ વર્ષ સુધી યુદ્ધ લડવા તૈયાર, પરંતુ...' ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિની USને ચેતવણી

પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાની શક્યતાને સ્પષ્ટપણે ફગાવી દીધી છ

પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાની શક્યતાને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું હતું કે ઈરાન હાલમાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવા ઈચ્છતો નથી. જો જરૂર પડી તો યુદ્ધને લાંબો સમય સુધી ચાલુ રાખવા માટે પણ તૈયાર છે. મને આ યુદ્ધની સમયમર્યાદા ખબર નથી, પરંતુ હું ખાતરીપૂર્વક જાણું છું કે ઈરાન અંત સુધી લડવા માટે તૈયાર છે, ભલે આ સંઘર્ષ પાંચ વર્ષ સુધી ચાલે.

'અમે અમારું લોહી વહેવડાવવા તૈયાર પરંતુ જમીન નહીં છોડીએ'

ઈલાહીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારી પાસે યુદ્ધનો અનુભવ છે. અમે અગાઉ 8 વર્ષ સુધી લાંબા ચાલેલા ઈરાન - ઈરાક યુદ્ધનો સામનો કરી ચૂક્યા છીએ. જો તમે આજે ઈરાનની શેરીઓમાં ફરશો તો લોકોને બદલો લેવાની કાર્યવાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા જોશો. તેઓ કહી રહ્યા છે -'અમે અમારું લોહી વહેવડાવવા તૈયાર છીએ, પરંતુ અમે અમારી જમીન નહીં આપીએ.'

'વાટાઘાટો દરમિયાન અમેરિકાએ હુમલો કર્યો'

ઈલાહીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે તેહરાન વાટાઘાટોમાં જોડાવા માંગે છે. તેમણે કહ્યું, "ના, ક્યારેય નહીં. આ ક્ષણે ઈરાન તેમની સાથે વાટાઘાટો કરવા માંગતો નથી, કારણ કે તેઓએ જ આ યુદ્ધ શરૂ કર્યું છે. તેમની સાથેનો અમારો ભૂતકાળનો અનુભવ સકારાત્મક રહ્યો નથી. અમે બે વખત તેમનીસાથે વાતચીત કરી રહ્યા હ તા. અને એ દરમિયાન તેમણે હુમલાઓ કરી દીધા. 

'અમે વિરોધીઓ સામે ઝૂકીશું નહીં'
ઈલાહીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઈરાન તેના વિરોધીઓ સામે ઝૂકશે નહીં અને જરૂર પડ્યે લાંબા સમય સુધી સંઘર્ષ ચાલુ રાખવા માટે તૈયાર છે. ઈરાન-ઈરાક યુદ્ધને ઉદાહરણ તરીકે ટાંકીને કહ્યું કે, ઈરાન પાસે લાંબા યુદ્ધો ચલાવવાનો વ્યાપક અનુભવ છે. ઈલાહીએ વધુમાં ઉમેર્યું હતું કે ઈરાને વારંવાર આ ક્ષેત્રમાં તણાવ વધતો અટકાવવા માટે પ્રયાસો કર્યા છે અને પડોશી રાષ્ટ્રોને પણ સંઘર્ષ ટાળવામાં મદદ કરવા અપીલ કરી હતી. ઈરાન યુદ્ધ ઇચ્છતો ન હતો અને પ્રદેશમાં સંઘર્ષ ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. અમે પ્રયાસો કર્યા કે આ ક્ષેત્રમાં કોઈ પ્રકારનો સંઘર્ષ ન થાય. અમે પડોશી દેશોને પણ કહ્યું કે, તેઓ પ્રયાસ કરે જેથી મધ્ય પુર્વના આ વિસ્તારે યુદ્ધથી બચાવી શકાય. ઈલાહીએ કહ્યું કે, આ સંકટ માત્ર ઈરાન સુધી સિમિત નથી પરંતુ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે ક્રૂડની કિંમતમાં થઈ રહેલા વધારા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરની આલોચના કરતા કહ્યું કે, આ સંઘર્ષના કારણે ગેસ, પેટ્રોલ અને ક્રૂડની આપૂર્તિ પર અસર પડી રહી છે.

આ સમાચાર શેર કરો