મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપ...અમેરિકામાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલ

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. વિપક્ષના નેતા રા

નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપ...અમેરિકામાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલ

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચૂંટણી પહેલા અમે આ વાત પર ભાર આપતા રહ્યાં છીએ કે સંસ્થાઓ પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. અમારી પાસે નિષ્પક્ષ રમતનું મેદાન નહતું, તેમની પાસે મોટું નાણાકીય લાભ હતો, તેમને અમારા બેન્ક ખાતા બંધ કરી દીધા હતા...ચૂંટણી પંચ તે કરી રહ્યું હતું જે તેઓ ઇચ્છતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વસ્તુ અચાનક એક સાથે આવવા લાગી. મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હતું.

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલ

એક નિવેદનમાં દેશના વિપક્ષના નેતાએ કહ્યું કે આ વખતે યોજાયેલી ચૂંટણી સંપૂર્ણપણે સ્વતંત્ર નહોતી પરંતુ નિયંત્રિત હતી. આ અંગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના ગરીબો સમજી ગયા છે કે જો બંધારણ ખતમ થઈ જશે તો આખી રમત પણ ખતમ થઈ જશે. ગરીબ પણ સમજી ગયા કે ખરી લડાઈ બંધારણને બચાવનારા અને બંધારણનો નાશ કરનારાઓ વચ્ચેની છે. આ ઉપરાંત જાતિ ગણતરીનો મુદ્દો પણ મોટો મુદ્દો બની ગયો હતો. મને નથી લાગતું કે જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો ભાજપને 246 બેઠકો મળી ન હોત. તે પક્ષ પાસે મોટો આર્થિક લાભ હતો, અમારા તો બેન્ક ખાતા પણ સીલ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચ પર સાધ્યુ નિશાન

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું કે ચૂંટણી પંચ માત્ર એટલું જ કરી રહ્યું હતું જેટલું ભાજપ ઈચ્છે છે. સમગ્ર પ્રચાર એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી આરામથી પોતાનું કામ કરી શકે. હું આ ચૂંટણીને સ્વતંત્ર ચૂંટણી તરીકે જોતો નથી પરંતુ હું તેને નિયંત્રણની ચૂંટણી માનું છું. હવે રાહુલ ગાંધીનું આ નિવેદન દેશમાં નવો રાજકીય ભૂકંપ લાવી શકે છે.

400 બેઠકના દાવા પર PM મોદીની ઉડાવી મજાક

રાહુલ ગાંધી તો એવો દાવો પણ કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને એક પણ વાર એવું લાગ્યું ન હતું કે તેઓ 300-400 સીટોની નજીક જઈ રહ્યા છે. જ્યારે તેમણે કહ્યુંહતું કે તેમનો ભગવાન સાથે સીધો સંપર્ક છે ત્યારે તેમણે તેને  પ્રથમ જીત તરીકે જોયો હતો. વિપક્ષના નેતાએ જ્યાં એક તરફ પીએમ મોદી પર નિશાન સાધ્યું તો બીજી તરફ તેમણે વિદેશની ધરતી પરથી જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો.કોંગ્રેસના નેતાની દલીલ હતી કે દેશની 90 ટકા વસ્તીની ભાગીદારી ઘણી ઓછી છે, તેમની સામાજિક અને આર્થિક સ્થિતિને સમજવી જરૂરી બની ગઈ છે.

56 ઇંચની છાતી પર કર્યો કટાક્ષ

આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદીની 56 ઇંચની છાતીના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઘણો ડર ફેલાવ્યો હતો અને એજન્સીઓના દબાણ સતત નાના વેપારીઓ પર નાખ્યું હતું પણ ચૂંટણી પછી આ બધુ ગાયબ થઇ ગયું. 

આ સમાચાર શેર કરો