Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Prominent Indian-origin businessman murdered by Lawrence gang in Canada

કેનેડામાં ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિની હત્યા, લોરેન્સ ગેંગે સ્વીકારી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કેનેડામાં ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિની હત્યા, લોરેન્સ ગેંગે સ્વીકારી જવાબદારી
સોર્સ : GOOGLE

કેનેડામાં એક જાણીતા ભારતીય મૂળના ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય મૂળના ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની કેનેડાના એબોટ્સફોર્ડમાં હત્યા કરવામાં આવી હતી.

App Store

સામે આવ્યા હત્યાના સીસીટીવી ફૂટેજ

દર્શનસિંહ સહસીની હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.  દર્શન સિંહ તેમની કારમાં બેસવા જાય છે તે સમયે એક હુમલાખોર તેમની નજીક આવીને ગોળી મારી દે છે. હુમલાખોર એકલો હતો અને ટોયોટા કોરોલામાં ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ગોળીબારની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. દર્શન સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લોરેન્સ ગેંગે જવાબદારી સ્વીકારી

કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શન સિંહ સહસીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. ગોલ્ડી ધિલ્લોન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. પોસ્ટમાં ગોલ્ડી ધિલ્લોને દાવો કર્યો હતો કે, પીડિત ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલો હતો અને ગેંગ દ્વારા પૈસાની માંગણીઓને અવગણી રહ્યો હતો. જોકે, પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી અને જણાવ્યું છે કે તેઓ દર્શન સિંહની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની કથિત સંડોવણીની તપાસ કરી રહી છે.